loader

Breaking News


Home > Gujarat > ફાઈવ સ્ટાર હોટેલ સાથેનું ગાંધીનગર રેલ્વે સ્ટેશન જાન્યુઆરી ૨૦૧૯ સુધી તૈયાર થશે, જાણો શું છે તેની ખાસિયત


Foto

ફાઈવ સ્ટાર હોટેલ સાથેનું ગાંધીનગર રેલ્વે સ્ટેશન જાન્યુઆરી ૨૦૧૯ સુધી તૈયાર થશે, જાણો શું છે તેની ખાસિયત

April 24, 2018, 11:14 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ભારતીય રેલ્વે ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં ફાઈવસ્ટાર હોટેલ તૈયાર કરી રહી છે. ઇન્ડિયન રેલ્વે સ્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશનનાં એમડી સંજીવ કુમાર લોહિયાના જણાવ્યાં મુજબ ગાંધીનગર રેલ્વે સ્ટેશનને તેની ડેડલાઈન પહેલા k જાન્યુઆરી ૨૦૧૯ સુધી તૈયાર કરી દેવામાં આવશે. ગાંધીનગર રેલ્વે સ્ટેશન દેશનું પહેલું એવું સ્ટેશન હશે જ્યાં ફાઈવ સ્ટાર હોટેલ ડેવલપ કરવામાં આવી રહી હોય. આ હોટેલ ૧૦ માળની હશે અને તેમાં ૩૦૦ રૂમ હશે.

ગાંધીનગર રેલ્વે સ્ટેશન પર એરપોર્ટની માફક જ કામ કોર્સ બનાવવામાં આઈ રહ્યો છે જે ફુલ્લી એર કંડીશન હશે. અહી એવી સુવિધાઓ આપવામાં આવશે જેનાથી રેલ્વેયાત્રીઓ પ્લેટફોર્મનાં સ્થાને કોર્સમાં જ ટ્રેનની રાહ જોશે. ગાંધીનગર રેલ્વે સ્ટેશનની સમગ્ર બિડિંગ ગ્રીન બિલ્ડીંગની માફક બનાવવામાં આવી છે જેમાં સોલાર પેનલની મદદથી તૈયાર કરવામાં આવેલ વીજળીનો મહતમ ઉપયોગ કરવામાં આવશે.