loader

Breaking News


Home > Gujarat > ગાંધીનગર : શહેરમાં ઢોરનો ત્રાસ વધ્યો, અલગ-અલગ વિસ્તારોમાં સમસ્યા હજુ અકબંધ


Foto

ગાંધીનગર : શહેરમાં ઢોરનો ત્રાસ વધ્યો, અલગ-અલગ વિસ્તારોમાં સમસ્યા હજુ અકબંધ

Nov. 3, 2018, 11:01 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : પાટનગરમાં દિવસેને દિવસે ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે, શહેરનાં નાગરિકનાં મતે ઢોરનાં રસ્તા પર ઉભા રહેવાથી લઇને રસ્તો પસાર કરવાથી ઘણીવાર અકસ્માત થવાનો ભય રહે છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો આ પહેલા હાઈકોર્ટનાં કડક આદેશ હોવા છતાં શહેરમાં રખડતાં ઢોર અને ખાસ કરીને ગાયોનો ત્રાસ ઓછો થયો નથી. અનેક વિસ્તારોમાં ગાયોનાં ધણ બિન્દાસ્ત રીતે રસ્તા પર અડિંગો જમાવે છે. બીજી તરફ પાટનગરમાં પણ ઢોરોનાં ત્રાસથી લોકો ત્રસ્ત થઇ ગયા છે.



સુત્રોનાં જણાવ્યાં મુજબ શહેરનાં નાગરિકો મ્યુનિસિપલ કોર્પોરેશનથી પણ નારાજ દેખાઇ રહ્યા છે. તેમના મતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઇ ખાસ કડક કાર્યવાહી થતી હોય તેમ દેખાતું નથી. તો બીજીબાજુ, અમદાવાદ શહેરમાં રખડતા ઢોર, ગાય સહિતનાં પશુઓનું રજિસ્ટ્રેશન શરૂ કરાયું હોવા છતાં તેની નોંધણીમાં પશુમાલિકો ગંભીર ઉદાસીનતા દાખવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં અંદાજે ૪૫ હજારથી વધુ ગાય સહિતનું પશુધન છે પરંતુ તા.૧લી સપ્ટેમ્બરથી શરૂ થયેલી નોંધણીમાં હજુ માંડ ૧૧૦૦ પશનું જ રજિસ્ટ્રેશન નોંધાયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સત્તાવાળાઓ દ્વારા પશુપાલકોને તેમના ગાય સહિતનાં ઢોરનું રજિસ્ટ્રેશન કરાવવાની પ્રક્રિયા ગત તા.૧ સપ્ટેમ્બરથી હાથ ધરાઇ છે. હાઇકોર્ટની ગાઇડલાઇન મુજબ શહેરનાં હદ વિસ્તારમાં વસતા પશુપાલકો માટે ગાય સહિતનાં ઢોર સંબંધિત રજિસ્ટ્રેશન ફરજિયાત કરાયું છે. તેમ છતાં પશુપાલકોમાં રજિસ્ટ્રેશન અંગે ખાસ ઉત્સાહ નજરે પડતો નથી.

જીપીએમસી એકટ તેમજ હાઇકોર્ટની ગાઇડલાઇન મુજબ તંત્ર દ્વારા સિવિક સેન્ટરમાં ગાય સહિતનાં ઢોરનાં રજિસ્ટ્રેશનની કામગીરી ચાલી રહી છે. આ રજિસ્ટ્રેશન માટેની અરજી સિવિક સેન્ટરમાંથી મળતી હોઇ પ્રતિ પશુદીઠ રૂ.ર૦૦ની રજિસ્ટ્રેશન ફી રખાઇ છે. જો કે શહેરનાં હદ વિસ્તારમાં વસતા પશુપાલકોમાં રજિસ્ટ્રેશન મામલે ઉદાસીનતા જોવા મળી છે. એક અંદાજ પ્રમાણે શહેરમાં ૪પ૦૦૦થી વધારે ગાય સહિતનાં પશુ છે પરંતુ આજદિન સુધીમાં માત્ર ૧૧૦૦ પશુનું રજિસ્ટ્રેશન કરાયું છે. જાણકાર સુત્રો કહે છે ગાય સહિતનાં પશુની ઓળખ માટેનું ઓળખપત્ર પશુને લગાવવાનું ફરજિયાત હોઇ રજિસ્ટ્રેશન વગરનાં પશુઓને તંત્ર જપ્ત કરીને તેમના પશુપાલકો સામે કડક કાર્યવાહી કરશે. આ ઉપરાંત નિર્ધારિત સમય બાદ પકડાયેલા પશુઓને છોડાવવા માટે રજિસ્ટ્રેશન નંબર જરૂરી છે.