loader

Breaking News


Home > Gujarat > ગાંધીનગર : ટ્રાફિક શાખાનો ભંગારવાડો કે ભંગારીયું બજાર ?


Foto

ગાંધીનગર : ટ્રાફિક શાખાનો ભંગારવાડો કે ભંગારીયું બજાર ?

May 24, 2018, 2:48 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાતનું કહેવાતું પાટનગર જ્યાં ગુજરાતમાંથી રોજ આ પાટનગરમાં મોટાભાગના વાહનો આવ જા કરે છે. ત્યારે સચીવાલય, પોલીસભવન, સરકારી મુખ્ય કચેરીઓનો સ્તોત્ર અહીંયા હોવાથી હજારો વાહન અહીંયા આવન જાનવ કરતું હોવાથી ટ્રાફિક શાખાને બેરીકેટસથી લઈને પ્લાસ્ટીકથી લઈને લોખંડના બેરીકેટસની જરૂર પડતી હોય છે. ત્યારે પાટનગરમાં પણ રેલી, સરઘસ, ઉપવાસ, આંદોલન પણ થતાં હોવાથી બેરીકેટસની જરૂર પડતી હોય છે. ત્યારે સરકારે પણ લાખો રૂપિયાની ગ્રાન્ટો આપીને તતા ઘણી ખરી કંપનીઓ તથા સંસ્થાઓ પણ ટ્રાફિક શાખાને પોતાની રીતે સહાય રૂપે આ બેરીકેટસો બનાવીને મદદરૂપ થતા હોય છે. ત્યારે આવા એક નહીં અનેક બેરીકેટસો પ્લાસ્ટીકના અને લોખંડના જ્યાં ત્યાં ગમે ત્યાં રોડ, રસ્તાના ખાડાઓમાં અને ખાસ ગાંધીનગર ટ્રાફિક શાખા જ્યાં પોતે પી.આઈ બેસે છે તે સે.૨૨ સ્થિત ત્યાં પણ આવા હજારો બેરીકેટસ ભંગારમાં કાટ ખાઈ રહ્યા છે.

સે.૨૨ ખાતે આવેલ ટ્રાફિક શાખામાં જ્યાંથી આખા ગાંધીનગર જિલ્લાના પીઆઈ પોતે ત્યાં બેસે છે. ત્યારે ટ્રાફિક શાખાને કંપનીઓ દ્વારા પોલીસને ન તડકો લાગે તે માટે બેસવાના અને તાપમાં થોડી રાહત મળે તે હેતુથી ચાર રસ્તા પર મુકવા માટે છત્રીઓ આકારના બેરીકેટસ આપ્યા છે અને ટ્રાફિક સમસ્યા હોય કે મુખ્યમંત્રી લઈને મંત્રીઓનો કાફલો આવતો હોય ત્યારે રોડ રસ્તા પર આવતા વાહનો તથા રેલી, સરઘસ, આંદોલન કરતાં આશ્રીતોને રોકવા માટે આ બેરીકેટ પોલીસને મોટી સહાય રૂપ સાબીત થાય છે. ત્યારે લાખો રૂપિયા આ બેરીકેટસ પાછળ સરકારે તથા સંસ્થાઓએ ખર્ચ કરેલ છે ત્યારે આ બેરીકેટસ લોખંડનો ભંગાર વાડો હોય તેમ સે.૨૧ પોલીસ ખાતાની જે ટ્રાફિક શાળાની આૅફિસ આવેલી છે ત્યાં પડ્યા રહ્યા છે.

આવન જવાન કરતાં હજારો વાહનો આ બંગાર વાડાને જાઈને ભંગારીયા બજારની ચર્ચા કરતાં જાવા મળે છે. આજે ગાંધીનગર જિલ્લા ગમે ત્યાં સમસ્યા સર્જાય ત્યારે આ બેરીકેટસ મોટા સહાય રૂપ સાબીત થયા હોવા છતાં ટ્રાફિક શાખામાં રોડ રસ્તા પર રઝળતા મુકી દેતાં નગરજનોમાં પણ આ વિષયે ભારે ચર્ચા જગાવી છે. ગાંધીનગરમાં મહાત્મા મંદિર મહિનામાં ૫થી૭ વખત રાજકીય પોગ્રામો થતાં હોય છે. ત્યારે આ બેરીકેટસ સે.૧૪ ખાતેના ખાડાઓમાં રઝળેલા પડેલા હોય છે. ઘણીવાર તો ટ્રાફિક શાખા કે પોલીસ ખાતા દ્વારા રોડ, રસ્તા પર બેરીકેટસ મુકે અને ડ્યુટી પૂર્ણ થયા બાદ એ જ જગ્યા મુખ્ય માર્ગો પર રખડતાં મુકી દેતાં એકસીકેટન્ટના બનાવો બનતાં રહે છે. રેલી સઘસ, આંદોલન ટ્રાફિક સમસ્યા, એક્સીડન્ટ જેવા બનેલ બનાવોમાં પણ ટ્રાફિક ડીવયર્ટ કરવામાં પણ બેરીકેટ્‌સનો મોટો ઉપયોગ છે. સરકાર પાસે ૫૦ બેરીકેટ્‌સની જરૂર હોય તો ૨૦૦ મંગાવી લે પછી ભલેને પ્રજાના પૈસાનું પાણી થાય કે સરકારની તિજારી પર બોજ પડે, કોના બાપની દિવાળી ?