loader

Breaking News


Home > National > ગંગા નદીની સફાઈની ખુલી પોલ, પાણી પીવાલાયક કે સ્નાન કરવા લાયક પણ નથીઃ NGT


Foto

ગંગા નદીની સફાઈની ખુલી પોલ, પાણી પીવાલાયક કે સ્નાન કરવા લાયક પણ નથીઃ NGT

July 28, 2018, 10:59 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ગંગા નદીને આપણા દેશમાં સૌથી પવિત્ર નદી ગણવામાં આવે છે. લાખોની સંખ્યામાં દરવર્ષે શ્રદ્વાંળુઓ અહી આવીને પોતાના પાપોનો નાશ કરવા નદીમાં સ્નાન કરે છે અને તેનું પાણી પીવે છે. પરંતુ મહત્વની બાબત એ છે કે શું ગંગા નદીનું પાણી પીવાલાયક કે સ્નાન કરવા લાયક ખરું? તાજેતરમાં NGT( નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ)એ ગંગા નદીની હાલતને લઇને એક ઘટસ્ફોટ કર્યો છે. NGT એ અતિ ગંભીરતાથી કહ્યુ છે કે, ગંગા નદીનું પાણી પીવાલાયક કે સ્નાન કરવા લાયક નથી.સરકાર દ્વારા મેલી ગંગાને સાફ કરવા પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. પરંતુ હજુ ગંગા નદીનું પાણી શુદ્ધ થયુ નથી. NGTનાં કહેવા અનુસાર આ નદીનું પાણી એટલુ ગંદુ થઇ ચુક્યુ છે કે જેના કારણે મોટી બિમારી થવાની સંભાવનાઓ વધી છે, ભોળા લોકો અહી આવીને શ્રદ્ધાંથી નદીમાં ડૂબકી લગાવે છે અને તે પાણીને પીવે પણ છે, જેમને કોઇ અંદાજો નથી કે જેના કારણે તેમના સ્વાસ્થ્ય ઉપર સીધી અસર થઇ શકે છે. જેમ સીગરેટનાં પેકેટ પર ચેતવણી લખેલી હોય છે કે આ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, તેમ લોકોને પણ નદીની પ્રતિકુળ અસરની જાણકારી કેમ આપવામાં આવતી નથી?

NGT એ આ વિશે ગંભીરતા લઇ ગંગા મિશન અને કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડને 2 અઢવાડિયાની અંદર પોતાની વેબસાઇટ પર એક માનચિત્ર મેપ લગાવવાનો આદેશ આપ્યો છે. જેમાં કયા સ્થળે ગંગા નદીનું પાણી પીવાલાયક અને સ્નાન કરવા લાયક છે તેની માહિતી આપવામાં આવે. NGTએ રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશનને સો કિલોમીટરનાં અંતરે ડિસપ્લે બોર્ડ લગાવવાનો પણ આદેશ આપ્યો છે. જેની મદદથી લોકોને જાણ રહે કે ગંગા નદીનું પાણી પીવાલાયક અને સ્નાન કરવા લાયક નથી. આ વિશે શ્રદ્ધાંળુઓને જાણ કરવી જરૂરી બને છે.