loader

Breaking News


Home > Gujarat > ગાંધીનગરમાં ઝડપાઈ મજૂર વેશધારી દાહોદ તસ્કર ગેંગ


Foto

ગાંધીનગરમાં ઝડપાઈ મજૂર વેશધારી દાહોદ તસ્કર ગેંગ

July 18, 2018, 12:46 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગાંધીનગર શહેરમાં છેલ્લા બે ત્રણ મહિનાથી ઘરફોડ ચોરીનાં બનાવોમાં સતત વધારો થવા પામ્યો હતો તેમાં પણ વધુ ગંભીરતા એવી સામે આવી કે એસ.પી. કચેરી નજીકનાં સેક્ટરોમાં પણ તસ્કરોને જાણે પોલીસ વિભાગની બીક ના હોય તેમ ત્યાં પણ હાહાકાર મચાવેલ હતો.



પ્રાપ્ત માહિતી અનુસાર સે.૨૮ પ્રેસ સર્કલ પાસે આવેલ લોજમાં જમવા આવેલા બે શખ્સો શંકાસ્પદ હોવાની બાતમી સ્થાનીક ગુન્હા શોધક પોલીસને મળી હતી, જેથી એ બાતમીને આધારે પોલીસે સ્થળ ઉપર જઈ શંકાસ્પદ શખ્સોને ઝડપી તેમની અંગ ઝઢતી કરતાં તેઓની પાસેથી બે ડીસમીસ, તથા એક હથોડી મળી આવી હતી. જે બાબતે પોલીસે આગવી ઢબે પુછપરછ કરતા આ શખ્સોએ પોતાના અન્ય સાગરીતો સાથે મળીને જિલ્લામાં પાંચથી વધુ સ્થળો એ ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. વધુ તપાસમાં સે.૨૧, સે.૭ તથા કલોલ શહેરમાં બે અને અડાલજમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો હતો. વધુ ઝીણવટી ભરી તપાસમાં આ શખ્શોમાં નામ વિનોદ લાલા ભાંભોર ગામ. માનવા, ગરબારડા (દાહોદ) તથા હાજુ સવસિંગ બારીઆ રહે. છરછેડા - ગરબારડા (દાહોદ) હોવાનું ખુલ્યું હતું. આ શખ્સો પોતાના અન્ય સાગરીતો શૈલેશ ઉર્ફે રતન ઉર્ફે રત્ના હટાટા, નરેશ સવસિંગ કટારા બને રહે. જેસવાડા, ગરબારડની મદદથી મોટે ભાગે બંધ મકાનો ને ટાર્ગેટ બનાવી ઘરફોડ કરતા હોવાની ચોંકાવનારી માહિતી પ્રાપ્ત થવા પામી છે. આ શખ્સો બાંધકામ સાઈટ પર મજુરના વેશમાં રહેતા હતા અને આજુબાજુમાં આવેલ બંધ મકાનોની રેકી કરી પોતાના ગામના સાગરીતોને બોલાવીને ચોરીની ઘટનાને અંજામ આપતા હતા.