loader

Breaking News


Home > Sports > ગૌતમ ગંભીરે ક્રિકેટ છોડી સામાજીક કાર્યો તરફ કર્યુ પ્રયાણ


Foto

ગૌતમ ગંભીરે ક્રિકેટ છોડી સામાજીક કાર્યો તરફ કર્યુ પ્રયાણ

Oct. 27, 2018, 10:08 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીર મેદાન ઉપરાંત સામાજીક કાર્યોમાં પણ સારું એવું યોગદાન કરે છે. ગંભીર સુકમામાં શહીદ થયેલ સૈનિકોનાં પરિવારનો ખર્ચ ઉઠાવે છે તો ક્યારેક સુરક્ષાદળોનાં પક્ષમાં મજબૂતીથી પોતાનો પક્ષ રાખે છે. ભારતીય ટીમનો ઓપનિંગ બેટ્‌સમેન રહી ચૂકેલો ગૌતમ ગંભીર એવો ક્રિકેટર છે જેણે મેદાનની બહાર પણ વાહવાહી મેળવી છે.



ગૌતમ ગંભીર આશા નામનો એક એનજીઓ ચલાવે છે. જેમાં તે રોજ લોકોને ફ્રીમાં ભોજન કરાવે છે. આ પહેલા પણ ગંભીર અનેક સારા કામોમાં આગળ પડતો રહીને ભાગ લેતો જોવા મળ્યો છે. ઓગસ્ટ ૨૦૧૭માં કાશ્મીરમાં એક આતંકી અથડામણમાં શહીદ થયેલા જમ્મુ કાશ્મિરનાં સબ ઇન્સ્પેક્ટર અબ્દુલ રાશિદની પાંચ વર્ષની દીકરી જોહરાનો બધો જ ભણતર ખર્ચ ગૌતમ ગંભીર ઉઠાવે છે. ગૌતમે ત્યારે જ ટ્‌વિટ કરીને આ વાતની જાણકારી આપી હતી. ગંભીરે વર્ષ ૨૦૧૩થી ભલે કોઇપણ ઇન્ટરનેશનલ મેચ રમી ન હોય પરંતુ તે ચેરિટી કરીને લોકો વચ્ચે ખુશીઓ વહેંચવામાં એક્સપર્ટ છે. ૨૦૧૧ની વર્લ્ડકપ ફાઇનલમાં ૯૭ રન કરીને ભારતને જીત અપાવનાર ગૌતમ ગંભીર હવે લોકોની સેવા કરી રહ્યો છે. ગૌતમ ગંભીર ભલે ભારતીય ટીમમાં ન હોય પરંતુ તે આઇપીએલમાં પણ રમે છે. ૨૦૧૭માં થયેલા આઇપીએલમાં ગંભીરનું પ્રદર્શન ખુબ સારૂ રહ્યું હતું. જો કે, તેની બેટિંગ કરતા વધારે ચર્ચા તે મેન ઓફ ધ મેચ એવોર્ડની થઇ હતી. જેને તેણે દાન કર્યો હતો. ગંભીરે મેદાન પરથી જ જાહેરાત કરી હતી કે, તે આ પ્રાઇઝ મની સુકુમાનાં શહીદને સમર્પિત કરે છે.