loader

Breaking News


Home > Sports > કપિલ દેવ સાથે હાર્દિક પંડ્યાની તુલના પર ગાવાસ્કરે વ્યક્ત કર્યો આક્રોશ


Foto

કપિલ દેવ સાથે હાર્દિક પંડ્યાની તુલના પર ગાવાસ્કરે વ્યક્ત કર્યો આક્રોશ

Aug. 9, 2018, 12:30 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે કપિલ દેવ અને હાર્દિક પંડ્યા વચ્ચે તુલનાને બક્વાસ કરાર ગણાવી છે. સુનિલ ગાવાસ્કરે કહ્યું કે, કપિલ દેવ ૧૦૦ વર્ષમાં એક વાર જન્મ લેનાર ક્રિકેટર છે અને કોઇથી પણ તેમની તુલના થઇ શક્તી નથી.



આ બંન્ને ક્રિકેટરોની તુલના કરવાની કેટલાક વિશેષજ્ઞોની આદત વિશે જ્યારે ગાવસ્કરને પૂંછવામા આવ્યું ત્યારે તેઓ આથી તદ્દન પ્રભાવિત થયા નહી. નારાજ દેખાઇ રહેલા ગાવસ્કરે એક સમાચાર ચેનલને કહ્યુ કે, કપિલ દેવ સાથે કોઇની પણ તુલના ના કરવી જોઇએ. તે એક પેઢીમાં એક વાર પેદા થનાર ખેલાડી નથી પરંતુ ૧૦૦ વર્ષમાં એક વાર જન્મ લેનાર ક્રિકેટર છે. જેવી રીતે સર બ્રૈડમેન અને સચિન તેંદુલકર. આપણે કોઇની સાથે તેમની તુલના ન કરવી જોઇએ. ગાવસ્કર લાંબા ગાળાથી પ્રારૂપમાં રહેલ બેટ્‌સમેન શિખર ધવનથી પણ નાખુશ છે, દિલ્હીનાં આ ખેલાડીએ બર્મિગમમાં પ્રથમ ટેસ્ટમાં ૨૬ અને ૧૩ રનની ઇનિંગ રમી છે. ગાવસ્કરે કહ્યુ કે, શિખર પોતાની રમતમાં બિલકુલ બદલાવ કરવા ઇચ્છતો નથી. તેમણે કહ્યુ કે, તેનો વિશ્વાસ એવી રીતે જ રમવામાં છે. જેને તેને અત્યાર સુધીમાં સફળતા અપાવી છે. હાર્દિક બાબતે તેમણે કહ્યુ કે, હજુ હાર્દિકને પોતાની ટેકનિકમાં ઘણો બદલાવ કરવાની જરૂર છે અને તેની તુલની કપિલ દેવ સાથે થાય તે તદ્દન અયોગ્ય ઘણી શકાય.