loader

Breaking News


Home > National > ભારતબંધને વ્યાપક સમર્થન, રાહુલ ગાંધીની આગેવાનીમાં યોજાઈ વિપક્ષની માર્ચ


Foto

ભારતબંધને વ્યાપક સમર્થન, રાહુલ ગાંધીની આગેવાનીમાં યોજાઈ વિપક્ષની માર્ચ

Sept. 10, 2018, 10 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : પેટ્રોલ - ડીઝલની વધતી કિંમતો અને મોંઘવારી વિરુદ્ધ આજે કોંગ્રેસની તરફથી બોલાવવામાં આવેલ ભારત બંધની આગેવાનીમાં પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી રાજઘાટ પહોંચ્યા હતા. રાહુલ ગાંધી છેલ્લા કેટલાક દિવસોથી કૈલાશ માનસરોવર યાત્રા પર ગયા હતા ત્યાંથી સીધા આવીને તેઓ ભારતબંધનું સમર્થન કરવા માટે સડકો પર ઉતર્યા છે.

કોંગ્રેસ અદ્યક્ષ રાજઘાટ પહોંચ્યા હતા અને ત્યાં પૂજ્ય બાપુની સમાધીએ માનસરોવરથી લાવેલ જળને ચડાવ્યું હતું. ત્યારબાદ તેઓ માર્ચની આગેવાની કરી રહયા છે. રાહુલ ગાંધી સાથે કોંગ્રેસનાં વરિષ્ઠ નેતાઓ સહીત વિપક્ષના ઘણા નેતાઓ પણ રાજઘાટથી મોંઘવારીના વિરુદ્ધમાં માર્ચ પર નીકળી ગયા છે અને આ માર્ચ રામલીલા મેદાન સુધી જશે.

ગુજરાતમાં પણ ભારતબંધને વ્યાપક સમર્થન મળી રહ્યું છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ પણ સવારે આ વાગ્યે સિદી સૈયદની જાળી, લાલ દરવાજા ખાતે મોંઘવારીનાં વિરોધમાં દેખાવો કરશે.