loader

Breaking News


Home > Bollywood > જેક્લીન-સિદ્ધાર્થ અભિનિતિ જેન્ટલમેન આવતીકાલે રજૂ


Foto

જેક્લીન-સિદ્ધાર્થ અભિનિતિ જેન્ટલમેન આવતીકાલે રજૂ

Aug. 24, 2017, 2:48 p.m.
      Whatsapp   


મુંબઇ ઃ જેની ઉત્સુકતાપૂર્વક યુવા પેઢીના લોકો રાહ જાઇ રહ્યા હતા તે સિદ્ધાર્થ અને જેક્લીનની નવી ફિલ્મ જેન્ટલમેન આવતીકાલથી દેશભરમાં રજૂ કરવામાં આવી રહી છે. શાનદાર એક્શન સીન અને અને લવ સીનના કારણે આ ફિલ્મ ચાહકોને ગમી જાય તેવી શક્યતા છે.


ફિલ્મના ગીતો ધીમી ગતિએ લોકપ્રિય થઇ રહ્યા છે. ફિલ્મને લઇને એડવાન્સ બુકિંગની શરૂઆત કરી દેવામાં આવી છે. જેક્લીન ફિલ્મમાં શાનદાર પોલ ડાન્સ પણ કરી રહી છે. ચિત્રલેખા નામનુ ગીત ધુમ મચાવી શકે છે. ફિલ્મના ગીત માટે જેક્લીને બે ે મહિના સુધી ખાસ મહેનત કરી હતી.



સિદ્ધાર્થ સાથેની પોતાની ફિલ્મ જેન્ટલમેન અને ૨૯મી ઓગષ્ટના દિવસે રજૂ થનાર જુડવા-૨ ફિલ્મને લઇને વ્યસ્ત બનેલી છે. બન્ને ફિલ્મોને લઇને તે આશાવાદી છે. જુડવા-૨ ફિલ્મમાં જેક્લીનની સાથે વરૂણ ધવન અને તાપ્સી પણ નજરે પડનાર છે. ડેવિડ ધવનની આ ફિલ્મ કોમેડી હોવાની સાથે સાથે એક્શન ફિલ્મ પણ છે. વરૂણ ધવન પિતાની સાથે બીજી ફિલ્મને લઇને આશાવાદી છે. ડેવિડ ધવન દ્વારા બનાવવામાં આવેલી અને વરૂણ ધવન દ્વારા અભિનિત ફિલ્મ મે તેરા હિરો બોલિવુડમાં ધુમ મચાવી ગઇ હતી. જેક્લીન બોલિવુડમાં આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરી ચુકી છે.

બીજી બાજુ સુપર હિટ સ્ટુડન્ટ ઓફ ધ યર મારફતે શાનદાર રીતે કેરિયર શરૂ કરનાર સિદ્ધાર્થ કોઇ ટોપ સ્ટાર તરીકે ઉભર્યો નથી પરંતુ તેની પાસે સારી અને મોટી ફિલ્મો ઓછી છે. તે બોલિવુડમાં આશાસ્પદ સ્ટાર તરીકે રહેલો છે. આગામી દિવસોમાં તે પણ વધુ કેટલીક ફિલ્મોમાં નજરે પડનાર છે. જેક્લીન સાથે તે પ્રથમ વખત નજરે પડ્યો છે.