loader

Breaking News


Home > National > કેરલમાં પુરને કારણે સ્થિતિ ગંભીર, કોચી એરપોર્ટમાં પાણી ઘૂસ્યા


Foto

કેરલમાં પુરને કારણે સ્થિતિ ગંભીર, કોચી એરપોર્ટમાં પાણી ઘૂસ્યા

Aug. 16, 2018, 2:23 p.m.
      Whatsapp   

માનવમિત્ર, કોચી : દેશભરમાં સતત વરસાદને કારણે પુરની પરિસ્થિતિ ઉદ્ભવી છે. કેરળ સૌથી વધુ પુરનો પ્રભાવ જોવા મળ્યો છે. રાજ્યમાં પરિસ્થતિ એટલી ખરાબ છે કે કોચી ઇન્ટરનેશનલ એરપોર્ટમાં પણ પાણી ઘુસી ગયું છે. એરપોર્ટની તસ્વીર જોઇને તમને પુરની પરિસ્થિતિનો ખ્યાલ આવી શકે છે. પાણીમાં ઉભા રહેલા વિમાનોને જોઇને લાગી રહ્યું છે લે હાલત બેહદ નાજુક છે.

એરપોર્ટ ઓથોરીટીએ શનિવાર સુધી દરેક ફ્લાઈટ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. હાલ દરેક ફ્લાઈટસને તિરુવંતમપૂરમ અથવા કાલીકટ એરપોર્ટ પર લેન્ડ કરાવામાં આવી રહી છે. રાજ્ય સરકારનાં અનુરોધ પર કેન્દ્ર સરકારે નાના વિમાનોને કોચીના નૌસેનાનાં એરપોર્ટનો ઉપયોગ કરવાની મંજુરી આપી છે. આ ઉપરાંત ઉડ્ડયન મંત્રાલય નાના વિમાનો માટે વૈકલ્પિક લેન્ડીંગ સ્થળોની સંભાવના પર વિચાર કરી રહ્યું છે.