loader

Breaking News


Home > Gujarat > ભારે ભયનાં ઓથાર વચ્ચે GIDC ક્ષેત્રો, ઔદ્યોગિક પટ્ટા ખાલી


Foto

ભારે ભયનાં ઓથાર વચ્ચે GIDC ક્ષેત્રો, ઔદ્યોગિક પટ્ટા ખાલી

Oct. 9, 2018, 4:30 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ઉત્તર ભારતીયો લોકો ઉપર થઇ રહેલા હુમલા વચ્ચે મોટી સંખ્યામાં હિજરત કરી રહ્યા છે. ઉત્તર ભારતમાંથી ૫૦૦૦૦થી પણ વધુ લોકો હજુ સુધી ગુજરાતના જુદા જુદા ભાગોમાંથી વતન પરત ફરી ચુક્યા છે. એક અગ્રણી અંગ્રેજી અખબારમાં આ અંગેના અહેવાલ પ્રકાશિત કરાયા બાદ સરકારની ચિંતા વધી ગઈ છે. ૧૪ મહિનાની બાળકી ઉપર બળાત્કારની ઘટના બન્યા બાદ ઉત્તર ભારતીયો ઉપર કેટલીક જગ્યાએ હુમલા કરવામાં આવી ચુક્યા છે. જેના પરિણામ સ્વરુપે દહેશતમાં રહેલા ૫૦૦૦૦થી પણ વધુ લોકો પોતાના વતન પરત ફરી ચુક્યા છે. વતન ફરવાનો સિલસિલો જારી રહ્યો છે. ગીતા મંદિર બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન ઉપર મોટી સંખ્યામાં ઉત્તર ભારતીય લોકોને વતન ફરતા હાલમાં જાઇ શકાય છે.

રાજ્યના ઔદ્યોગિક પટ્ટા અને જીઆઈડીસી એસ્ટેટમાં મુખ્યરીતે ઉત્તર ભારતીય લોકોમાં વધારે દહેશત દેખાઈ રહી છે. જા કારોબાર આ વિસ્તારમાં સંપૂર્ણપણે ઠપ છે. અમદાવાદ જેવા શહેરી વિસ્તારમાં સ્થિતિ કાબૂ હેઠળ છે પરંતુ જીઆઈડીસી એસ્ટેટ અને ઔદ્યોગિક પટ્ટામાં લોકો આવી રહ્યા નથી. ઉત્તર ભારતીય વિકાસ પરિષદના પ્રમુખ શ્યામસિંહ ઠાકુરે કહ્યું છે કે, અમને એકલા રવિવારના દિવસે જ ૭૦૦ કોલ મળ્યા હતા. હજુ સુધી ૫૦૦૦૦ ઉત્તર ભારતીય લોકો દહેશતના કારણે વતન પરત ફરી ચુક્યા છે. મોટાભાગના લોકો ઉત્તરપ્રદેશ અને બિહારના છે. જીઆઈડીસી અને ઔદ્યોગિક પટ્ટામાં હાલત ખુબ જ કફોડી બનેલી છે.