loader

Breaking News


Home > National > ગરીબોને ભેટ, જનધન ખાતામાં મળશે હવે દસ હજાર રૂપિયાનાં ઓવરડ્રાફ્ટની સુવિધા


Foto

ગરીબોને ભેટ, જનધન ખાતામાં મળશે હવે દસ હજાર રૂપિયાનાં ઓવરડ્રાફ્ટની સુવિધા

Sept. 6, 2018, 10:44 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ચૂંટણી અગાઉ ગરીબોને ભેટ આપતા સરકારે પ્રધાનમંત્રી જન ધન યોજના મુજબ પાંચ હજાર રૂપિયાના ઓવરડ્રાફ્ટની સુવિધા બે ગણી કરીને દસ હજાર રૂપિયા કરી દીધી છે. આ યોજના અંર્તગત હવે પ્રત્યેક પરિવારનાં સ્થાને દરેક વયસ્ક વ્યક્તિનું ખાતું ખોલાવવા પાર ભાર મુકવામાં આવશે. જે કોઈપણ નવું ખાતું ખૂલવું ખુલશે તેને બે લાખ દુર્ઘટના વીમો મળશે.

કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ બુધવારે તેની જાહેરાત કરી હતી. જેટલીએ જણાવ્યું હતું કે સરકારે નાણાંકીય ઈન્ક્લુઝન માટે ચલાવવામાં આવી રહેલ પ્રધાનમંત્રી જનધન યોજનાને 14 ઓગષ્ટ 2018 થી આગળ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આ યોજના અંર્તગત ખાતાધારકોને દસ હજાર રૂપિયાના ઓવરડ્રાફ્ટની સુવિધા મળશે. હમણાં સુધી આ સુવિધા પાંચ હજાર રૂપિયા હતી.