loader

Breaking News


Home > Gujarat > ગોધરા કાંડ : ટ્રેન સળગાવવા મામલે 2 ને આજીવન કેદ, ત્રણ નિર્દોષ છુટયાં


Foto

ગોધરા કાંડ : ટ્રેન સળગાવવા મામલે 2 ને આજીવન કેદ, ત્રણ નિર્દોષ છુટયાં

Aug. 27, 2018, 4:28 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ફેબ્રુઆરી 2002 માં ગુજરાતનાં ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનનો કોચ સળગાવી દેવામાં બે આરોપીઓને અમદાવાદની સ્પેશ્યલ સીબીઆઈ કોર્ટે સોમવારે આજીવન કારાવાસની સજા સંભળાવી હતી. મળતી માહિતી મુજબ પ્રોસિક્યુટર જયારે આ વાત સાબિત કરવામાં સફળ રહ્યા કે તેમના કાવતરાને કારણે ટ્રેનના બે કોચ સળગાવ્યા બાદ 59 લોકોના મોત થયા હતા. જજ એસચી વોહરાએ ફારૂક ભાન અને ઇમરાન શેરુને આ કેસમાં દોષિત ઠેરવ્યાં હતા.

જો કે અદાલતે હુસૈન સુલેમાન મોહન, કસમ ભમેડી અને ફારૂક ધાંતિયાને નિર્દોષ છોડી મૂક્યાં હતા. પાંચેય લોકોને 2015 -16 દરમિયાન પકડવામાં આવ્યાં હતા અને સાબરમતી સેન્ટ્રલ જેલની અંદર તેમનું ટ્રાયલ ચાલી રહ્યું હતું. સુલેમાન મોહનને મધ્યપ્રદેશના જાંબુઆથી ધરપકડ કરી હતી. ભમેડીને ગુજરાતના દાહોદ રેલવે સ્ટેશન તેમજ ભટૂકને મહારાષ્ટ્રના માલેગાંવથી ધરપકડ કરવામાં આવી હતી. જો કે આઠ આરોપીઓ હજુ ફરાર છે.