loader

Breaking News


Home > Bollywood > ગોલમાલ અગેન 100 કરોડની યાદીમાં, ચાર દિવસમાં બંપર કમાણી


Foto

ગોલમાલ અગેન 100 કરોડની યાદીમાં, ચાર દિવસમાં બંપર કમાણી

Oct. 24, 2017, 5:59 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ગયા શુક્રવારે રિલીઝ થઇ ગોલમાલ અગેનએ ચાર જ દિવસમાં 100 કરોડનો આંકડો પકડી લીધે છે. ગોલમાલ અગેનની પહેલા દિવસની કમાણી 30.14 કરોડ, બીજા દિવસની કમાણી 28.37 કરોડ અને ત્રીજા દિવસની કમાણી 29.09 કરોડ કરી છે. આ ફિલ્મ વિશે ગોલમાલની સ્ટારકાસ્ટ કહે છે કે, આ ફિલ્મ એક હોરર કોમેડી છે. આ ફિલ્મ વિદેશમાં જબરદસ્ત કમાણી કરી રહી છે. વિદેશમાં માત્ર સોમવારની જ તેની કમાણી 22.95 કરોડ થઇ ગઇ છે. આ રીતે ફિલ્મ ગોલમાલની કુલ કમાણી 125 કરોડ સુધી પહોચી ગઇ છે.



ગોલમાલ અગેનને લગભગ 3,500 સ્ક્રીન્સમાં રિલીઝ કરવામાં આવી હતી. સુત્રોના જણાવ્યાં મુજબ આ ફિલ્મનું બજેટ લગભગ 100 કરોડ છે, જેમાંથી 80 કરોડ પ્રોડક્શન ખર્ચ છે, જ્યારે 20 કરોડ પ્રમોશન ખર્ચ છે. ગોલમાલ અગેનની આ જબરદસ્ત કમાણીનું રાજ તે પણ છે કે આ શુક્રવારે તેના સિવાય કોઇ પણ ફિલ્મ રિલીઝ થઇ નથી અને આ અઢવાડીયામાં પણ કોઇ ફિલ્મ રિલીઝ થઇ રહી નથી, જેનો પૂરો ફાયદો આ ફિલ્મને મળી રહ્યો છે. જો કે ફિલ્મનાં પ્રમોશનને જોતા લોકો ફિલ્મ તરફ વધુ આકર્શિત થયા છે.

હાર્દિક શાહ