loader

Breaking News


Home > Gujarat > ગોંડલમાં પાચ કરોડનાં ખર્ચે હોસ્ટેલ બનાવવા માટેની થઇ તૈયારી


Foto

ગોંડલમાં પાચ કરોડનાં ખર્ચે હોસ્ટેલ બનાવવા માટેની થઇ તૈયારી

Sept. 7, 2018, 11:11 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ગુજરાત : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સગૌરવ અને નતમસ્તકે સ્વીકાર્યુ હતું કે રાજ્ય સરકારની મહેનત સંતોનાં આશીર્વાદથી ઉજળી બની છે. રાજકોટ જિલ્લાનાં ગોંડલ તાલુકાનાં બાંદ્રા ગામે શ્રી ઉગારામદાદાની ૫૦ મી નિર્વાણ તિથિ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ સંતશ્રી ઉગારામે આજથી ૫૦-૬૦ વર્ષો પહેલાં આદરેલા સામાજિક સમરસતાનાં કાર્યોને આજે પણ સમયોચિત ગણાવ્યા હતા અને શ્રી ઉગારામદાદાએ ચીંધેલા રાહ પર પ્રવૃત થવા સમગ્ર ભક્તગણને અનુરોધ કર્યો હતો.મુખ્ય મંત્રીએ આ પ્રસંગે એવી જાહેરાત કરી હતી કે ગોંડલ વિસ્તારમાં દલિત સમાજના છાત્રો માટે રૂ. ૫ કરોડ ૪૦ લાખના ખર્ચે હોસ્ટેલ બનાવવામાં આવશે ઉપસ્થિત જનસમુદાયે આ જાહેરાતને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. સંત શ્રી ઉગારામબાપાનાં જીવન કવનને મુખ્યમંત્રી વિજયભાઈએ તાજેતરમાં જ નિધન પામેલા ભારતનાં પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપાઈ સાથે બખૂબી સાંકળી લીધા હતા અને શ્રી બાજપાઈજીનાં સંસ્મરણો અનોખી રીતે વાગોળ્યા હતા. આ ધાર્મિક પ્રસંગનાં સાક્ષી બનવા બદલ મુખ્ય મંત્રીએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી અને માનવ કલ્યાણની આ યાત્રા અવિરત આગળ વધે એવી શુભેચ્છા આયોજકોને પાઠવી હતી. તમામ પ્રકારનાં ભેદભાવ ભૂલી રાષ્ટ્ર કલ્યાણનાં માર્ગે પ્રગતિ સાધવા મુખ્ય મંત્રી રૂપાણીએ ઉપસ્થિતોને જણાવ્યું હતું. મુખ્યમંત્રી રૂપાણી તથા અન્ય આમંત્રિતોએ દીપ-પ્રાકટ્ય વિધિ સંપન્ન કર્યા બાદ દેવાંગભાઈએ સ્વાગત પ્રવચન કર્યુ હતું.