loader

Breaking News


Home > Gujarat > ગોંડલ મગફળી કાંડમાં ભીનું સંકેલવાનો પ્રયાસ, સરકારે જવાબદારી લેવાથી કર્યો ઇનકાર


Foto

ગોંડલ મગફળી કાંડમાં ભીનું સંકેલવાનો પ્રયાસ, સરકારે જવાબદારી લેવાથી કર્યો ઇનકાર

Feb. 9, 2018, 12:36 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગોંડલ : ગોંડલમાં થોડા દિવસ અગાઉ મગફળીના એક ગોદામમાં લાગેલી આગને કારણે કરોડોની મગફળી બળીને ખાખ થઇ ગઈ છે ત્યારે હવે સરકારે તેમાં કીઓન જવાબદારી લેવાનો ઇનકાર કરી દીધો છે. ગોંડલમાં મગફળીના ગોડાઉનમાં કાગેલી આગમાં હવે ભીનું સંકેલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં ૬ વ્યક્તિઓનો ધરપકડ કરવામાં આવી છે જો કે તેમાં એકપણ સરકારી અધિકારીની ધરપકડ કરવામાં આવી નથી.

ઉપરોક્ત કિસ્સામાં રાજય સરકારે નીયુક્ર કરેલ પાંચ એજન્સી પૈકી ગુજકોટ અને APMC બોર્ડ ગાંધીનગર દ્વારા ગોંડલમાં આ ગોડાઉન ભાડે રખાયું હતું અને તેમાં મગફળી ભરવામાં આવી હતી. જો કે તપાસમાં બહાર આવ્યું હતું કે ગોડાઉનમાં છત, બારી બારણાં સારી સ્થિતિમાં હતા તો તેવા સંજોગોમાં વેલ્ડીંગ કરવાની જરૂરિયાત કેમ થઇ તેવો પ્રશ્ન પણ લોકમુખે ચર્ચાઈ રહ્યો છે.