loader

Breaking News


Home > Gujarat > ખૈલેયાઓ માટે ખુશખબર, વરસાદ પડવાની શક્યતા નહિવત્‌


Foto

ખૈલેયાઓ માટે ખુશખબર, વરસાદ પડવાની શક્યતા નહિવત્‌

Oct. 9, 2018, 5:22 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનીક સિસ્ટમના કારણે વાવાઝોડું ઉદ્દભવ્યું છે. આ વાવાઝોડાને લુબાન નામ આપવામાં આવ્યું છે, જા કે ગુજરાત માટે તેમજ નવરાત્રીની જારશોરથી તૈયારીઓ કરી રહેલા ખેલૈયાઓ માટે રાહતની વાત એ છે કે લુબાનની અસર ગુજરાત તેમજ ભારતમાં નહીંવત રહેશે. અરબી સમુદ્રની સાથે બંગાળની ખાડીમાં પણ સિસ્ટમ સક્રિય થઇ છે. જા કે બંને સિસ્ટમને કારણે ગુજરાતના હવામાનમાં ખાસ કોઇ અસર નહીં થાય. ૧૦મીથી ગુજરાતમાં નવરાત્રિની શરૂઆત થાય છે. નવરાત્રિ એ ગુજરાતનો સૌથી મોટો તહેવાર છે.

અમદાવાદ હવામાન વિભાગના ડિરેક્ટર જયંત પંડ્યાના જણાવ્યા અનુસાર ગુજરાતમાં હવે ચોમાસું વિદાય લઇ ચૂક્્યું છે. લોબાન હવે ઓમાન તરફ ધકેલાઈ ગયું છે. સામાન્ય છાંટા છૂટી સિવાય ભારે વરસાદ પડે તેવી કોઈ સંભાવના નથી. તેમ છતાં સાવચેતીના ભાગરૂપે તમામ બંદરો પર ૨ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તેમજ માછીમારોને અરબી સમુદ્રમાં ન જવા પણ સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે લુબાન વાવાઝોડું ગુજરાત તરફ ફંટાય તેવી શક્્યતાને જાતા વહીવટીતંત્ર સાબદું થઇ ગયું હતું. ગુજરાતમાં લુબાનની અસરને કારણે ૧૧ ઓક્ટોબરથી ભારે વરસાદ પડવાની શક્યતા હતી. જેને કારણે નવરાત્રીની ઉજવણીની તૈયારી કરી રહેલા ખેલૈયાઓમાં ચિંતા પ્રસરી ગઇ હતી.