loader

Breaking News


Home > Gujarat > સરકાર ગૃહમાં પણ ગેરમાર્ગે દોરી રહી છે, પરેશ ધાનાણીએ લગાવ્યો આરોપ


Foto

સરકાર ગૃહમાં પણ ગેરમાર્ગે દોરી રહી છે, પરેશ ધાનાણીએ લગાવ્યો આરોપ

March 8, 2018, 1:43 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : રાજયની વિધાનસભામાં જે વાત થાય તેનાં જવાબો અપાય તેના ઉપર સૌને વિશ્વાસ હોય છે. પરંતુ સરકાર વિધાનસભા ગૃહમાં ખોટા જવાબો આપી વિધાનસભા ગૃહનાં સભ્યો સાથે રાજયની પ્રજાને પણ ગેરમાર્ગે દોરી રહી છે. આજે પ્રશ્નોતરીકાળ દરમ્યાન એક જ જીલ્લાનાં રાજ્યમાં બાળકો ગુમ થવાનાં પ્રશ્ને પ્રશ્ન ક્રમાંક ૧ અ.નં.૧૭૩માં આપવામાં આવેલ જવાબનાં આંકડાઓમાં તફાવત આવતાં વિધાનસભા ગૃહમાં વિરોધપક્ષ દ્વારા વિરોધ થયો હતો અને હોબાળો કરવામાં આવતાં સરકારનાં મંત્રીઓનો જવાબ આપતાં ગલ્લા-તલ્લા કરવા પડયા હતા.

આ પ્રશ્નમાં દરમ્યાનગીરી કરતાં સરકારનો ખુલાસો પુછતાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે પ્રશ્ન ક્રમાંક-૧ અને પ્રશ્ન ક્રમાંક-૧૭૩ ગીર સોમનાથ જીલ્લાનો હતો. આ પ્રશ્નની અંદર વર્ષ-૨૦૧૬ અને વર્ષ-૨૦૧૭માં કેટલા બાળકો ગુમ થયા તે એકજ સરખા અલગ અલગ પ્રશ્નોનાં જવાબોમાં બાળકોની સંખ્યા અલગ અલગ કેવી રીતે હોઈ શકે. આમ છતાં સરકારે બાળકોની સંખ્યા અલગઅલગ બતાવી સાબીત કર્યું છે કે, બાળકો ગુમ થવાનાં મુદ્દે સરકાર બિલકુલ ગંભીર નથી. સાથે સાથે એવો પણ મુદ્દો ઉપસ્થિત થાય છે કે, રાજ્ય સરકાર વિધાનસભા ગૃહને ગેરમાર્ગે દોરી રહી છે. જે બાબત ખુબ જ ગંભીર છે. આવા જવાબોથી સરકાર ઉપર અવિશ્વાસ ઉભો થઈ રહ્યો છે.