loader

Breaking News


Home > Gujarat > પાણીનાં પાઉંચ પર સરકારનો પ્રતિબંધ, દુધની કોથળીઓ માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક છતાં પ્રતિબંધ કેમ નહી


Foto

પાણીનાં પાઉંચ પર સરકારનો પ્રતિબંધ, દુધની કોથળીઓ માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક છતાં પ્રતિબંધ કેમ નહી

June 16, 2018, 1:19 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ગુજરાત સરકારે પ્લાસ્ટિકથી થતું પ્રદુષણ નિવારવા માટે પાણીનાં પાંચ પર પ્રતિબંધ મૂકી દીધો છે. જો કે આ નિર્ણય બાદ ઘણા સવાલો ઉભા થઇ રહ્યા છે. રાજ્યમાં દારૂ અને દૂધ પ્લાસ્ટીકની કોથળીમાં વેચાય છે ત્યારે કોઈ પગલાં લેવાતા નથી પરંતુ પાણીનાં પાઉચ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. દૂધની કોથળીનાં પ્લ્સ્તીકમાં અનેક હાનીકારક તત્વો હાજર હોય છે જે જાહેર આરોગ્ય માટે ખતરારૂપ સાબિત થઇ શકે છે.

રાજ્યમાં મોટેભાગે દૂધ પ્લાસ્ટીકની થેલીમાં જ પેકિંગ કરીને આપવામાં આવે છે અને તે પ્લાસ્ટિક આરોગ્ય માટે ઘણું જ હાનિકારક છે ત્યારે સરકારે આ અંગે યોગ્ય તપાસ કરીને દૂધની કોથળીઓ ઉપર પણ પ્રતિબંધ મુકવો જોઈએ તેવું લોકોએ જણાવ્યું હતું.