loader

Breaking News


Home > Gujarat > સરકાર એક નાગરિક એક વાહનની પોલીસી અમલમાં મુકવાનો કરી શકે છે નિર્ણય


Foto

સરકાર એક નાગરિક એક વાહનની પોલીસી અમલમાં મુકવાનો કરી શકે છે નિર્ણય

July 26, 2018, 1:07 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ગુજરાતમાં વધતા પ્રદૂષણ અને વાહનોની સંખ્યાને જોતા સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવાની વિચારણાઓ ચાલી રહી છે. જે અંતર્ગત સરકાર એક નાગરિક, એક વાહનની પોલીસી એટલે કે તમે એક વાહન ખરીદો છો તો બીજુ વાહન નહી ખરીદી શકો.




સરકાર આ અંગે હાલમાં વિચારણા કરી રહી છે. પરંતુ સુત્રોનાં જણાવ્યાં મુજબ આ વિચારણા પર સરકાર પોતાની મોહર લગાવી શકે છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિકની સમસ્યામાં વધારો જોવા મળી રહ્યો છે, જેને પહોચી વળવા સરકાર આ કડક નિર્ણય લઇ શકે છે. આ પોલીસી અંતર્ગત એક વ્યક્તિ એક જ વાહનની માલિકી રાખી શકશે. જો આ કડક નિર્ણય લેવામાં આવશે તો ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી એક્ટ, 2018નાં સેક્શન 33 અંતર્ગત રાજ્ય સરકાર કોઇ પણ નાગરિકને એક કરતા વધારે વાહન ખરીદવા પર પ્રતિબંધ મુકી શકે છે.