loader

Breaking News


Home > Gujarat > સરકાર લોકોના બંધારણીય હક પર તરાપ મારી રહી છે


Foto

સરકાર લોકોના બંધારણીય હક પર તરાપ મારી રહી છે

Sept. 24, 2018, 3:16 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : બંધારણમાં રહીને પ્રવૃત્તિ કરવાનો દરેકને અધિકાર છે. મૂળભૂત અધિકારોને બંધારણે આપેલ છે તે કેન્દ્ર અને રાજ્યની ભાજપા સરકાર છીનવી રહી છે. વિવિધ સ્વૈચ્છિક સંગઠનો, નાગરિક સંગઠનો અને પ્રજાહિતમાં કામ કરતા સામાજિક સંગઠનો સાથે સંકલન-સંવાદ કરીને એક જૂથ કરવા અખિલ ભારતીય કોગ્રેસ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા નવનિયુક્ત અખિલ ભારતીય સિવિક એન્ડ સોશિયલ આઉટરીચ વિભાગના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ મધુસુદન મિસ્ત્રી એ પત્રકાર સાથે વાતચીત કરી હતી.

તેઓએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્યની ભાજપા સરકાર નાગરિકોના હક્કો અને અધિકાર પર તરાપ મારી રહી છે. ભિન્ન મત રજુ કરનાર, સરકારની નીતિ સામે અલગ વાત રજુ કરનાર કે પછી વિવિધ સમાજ, ખેડૂત સમાજ, પાટીદાર સમાજ,અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતી, બક્ષીપંચ સમાજ પોતાના બંધારણીય હક્કો, શિક્ષણ, આરોગ્ય, રોજગાર માટે લડત ચલાવનાર સંગઠનો, નાગરિકોને રાજદ્રોહી, રાષ્ટ્રદ્રોહીના સિક્કા લગાવી રહી છે, રાજદ્રોહના ગુન્હાની કલમ ચણા-મમરાની જેમ ઉપયોગ થઇ રહ્યો છે. સત્તામાં ટકી રહેવા માટે ભાજપ શાસકો આ પ્રકારના કારનામા કરી રહી છે.