loader

Breaking News


Home > National > કેન્દ્ર સરકાર પેટ્રોલ-ડિઝલનાં ભાવમાં કાપ લાવવામાં રહી નિશ્ફળ, દિલ્હી અને મુંબઇમાં પેટ્રોલ 80 રૂપિયા પાર


Foto

કેન્દ્ર સરકાર પેટ્રોલ-ડિઝલનાં ભાવમાં કાપ લાવવામાં રહી નિશ્ફળ, દિલ્હી અને મુંબઇમાં પેટ્રોલ 80 રૂપિયા પાર

Sept. 8, 2018, 12:02 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : દેશમાં પાયાનાં પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં કેન્દ્ર સરકાર સદંતરે નિશ્ફળ રહી છે ત્યારે વધતી જતી પેટ્રોલ અને ડિઝલની કિંમત દેશની જનતાને રોવડાવી રહી છે. આજે દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત ઐતિહાસિક સ્તરે પહોચી ગઇ છે. અહી પેટ્રોલની કિંમતમાં 39 પૈસાનો વધારો થયો છે. ત્યાર બાદથી અહી પેટ્રોલની કિંમત 80 રૂપિયાને વટાવી ગઇ છે.



દિલ્હીમાં આ પ્રથમવાર થયુ છે કે પેટ્રોલની કિંમત 80 રૂપિયાને વટાવી ગયુ છે. આજે દિલ્હીમાં પેટ્રોલ 80.38 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયુ છે. વળી જો ડિઝલની વાત કરીએ તો તેમાં આજે 44 પૈસાનો વધારો થતા તે 72.51 રૂપિયા પ્રતિ લીટરે વેચાઇ રહ્યુ છે. વાત કરીએ દેશની આર્થિક રાજધાની મુંબઇની તો અહી પણ પેટ્રોલની કિંમત આસમાને પહોચી ગઇ છે. અહી પેટ્રોલની કિંમતમાં 38 પૈસાનો વધારો થયો છે. આજે મુંબઇમાં પેટ્રોલનો ભાવ 87.77 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે ડિઝલની વાત કરવામાં આવે તો અહી 47 પૈસાનાં વધારા સાથે ડિઝલ 77.39 રૂપિયા પ્રતિ લીટર વેચાઇ રહ્યુ છે. પેટ્રોલ અને ડિઝલનાં છાસવારે વધતા ભાવને કેન્દ્ર સરકાર કાબુમાં ન લાવી શકતા વિપક્ષે તેની સામે આકરા પ્રહારો શરૂ કરી દીધા છે. આ મુદ્દે કોંગ્રેસે 10 સપ્ટેમ્બરનાં રોજ ભારત બંધનું એલાન કર્યુ છે. કોંગ્રેસે લેફ્ટ પાર્ટીઓની પાસે ભારત બંધને લઇને સમર્થન માગ્યું છે.

દેશભરમાં જનતા એક સ્વર સાથે પેટ્રોલ અને ડિઝલને જીએસટીમાં સમાવેશ કરવાની માંગ કરી રહ્યુ છે. જીએસટી મુદ્દે કેંન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને શુક્રવારે કહ્યુ કે, દેશમાં તેલની કિંમતોમાં આંતરરાષ્ટ્રીય કારણોસર વધી રહી છે અને હવે આવશ્યક બની ગયુ છે કે પેટ્રોલ અને ડિઝલને જીએસટીમાં સમાવવું જોઇએ. આવનારા સમયમાં પેટ્રોલ અને ડિઝલને જીએસટીમાં સમાવાય છે કે નહી તે હવે જોવુ રહ્યુ.