loader

Breaking News


Home > National > સરકાર પાસે અસોલ્ટ રાઇફલ ખરીદવાનું બજેટ નથી, 8 લાખને બદલે 2.5 લાખ રાઇફલ ખરીદશે


Foto

સરકાર પાસે અસોલ્ટ રાઇફલ ખરીદવાનું બજેટ નથી, 8 લાખને બદલે 2.5 લાખ રાઇફલ ખરીદશે

June 5, 2018, 11:58 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ભારતીય સેનાની તાકાતમાં ઓછા બજેટને કારણે ભારે ઘટાડો થયો છે. ભારતીય સેનાએ એ હાલમાં હ અઢી લાખ અસોલ્ટ રાઇફલનો ઓર્ડર કર્યો હતો જે જરૂરિયાત કરતાં ફક્ત ત્રીજા ભાગની છે. સૂત્રોના જણાવ્યાં મુજબ એક વ્યક્તિએ જણાવ્યું હતું કે બજેટમાં ઘટાડાને કારણે હવે ફક્ત અઢી લાખ અસોલ્ટ રાઇફલ સેના ખરીદી શકશે.

13 લાખના સંખ્યાબળ ધરાવતી ભારતીય સેનાને હાલ આઠ લાખ અસોલ્ટ રાઇફલોની જરૂરિયાત છે જેની કિંમત લગભગ 2.5 અબજ ડોલર થાય છે. ઉલ્લેખનીય છે કે સૈન્ય છેલ્લાં 13 વર્ષથી અસોલ્ટ રાઇફલની માંગ કરી રહ્યું છે. આ અગાઉ ફેબ્રુઆરીમાં રક્ષા મંત્રી નિર્મલા સીતારામને સૈન્યના ત્રણ અંગો માટે 12,280 કરોડ રૂપિયાની 7.40 લાખ અસોલ્ટ રાઇફલ ખરીદવાની મંજૂરી આપી હતી.