loader

Breaking News


Home > Gujarat > સરકારી કર્મચારીઓનાં પગાર-ભથ્થાંમાં ભારોભાર અસમાનતા સામે આવી, વાંચો અહેવાલ


Foto

સરકારી કર્મચારીઓનાં પગાર-ભથ્થાંમાં ભારોભાર અસમાનતા સામે આવી, વાંચો અહેવાલ

March 27, 2018, 11:28 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર :રાજ્ય સરકારના જુદા જુદા વિભાગ તથા નવા સચિવાલય તેમજ જુના સચિવાલયમાં આવેલ રાજ્ય સરકારની કચેરીઓ કર્મચારીઓમાં પગાર વેતનની વિસંગતતા પહેલી નજરે જ દેખાઈ આવે છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત રાજ્યમાં આવેલી વિવિધ વિભાગોની નવા સચિવાલયમાં આવેલી ઓફિસના કર્મચારીઓ તથા તે જ વિભાગની જિલ્લા કચેરીઓ કે જે નવા સચિવાલયમાં આવેલ છે. તેના કર્મચારીઓના પગાર વેતનમાં જમીન આસમાનનો ફેર જાવા મળે છે.

ઉદાહરણ તરીકે શિક્ષણ વિભાગનો કર્મચારી કે જેની નિમણુક સીધી સચિવાલયમાં ડીવાયએસઓ તરીકે થઈ હોય અને બીજી તરફ પણ જુના સચિવાલયમાં આવેલ શિક્ષણ વિભાગમાં જુની ક્લાર્ક તરીકે બંને પોસ્ટની શૈક્ષણિક લાયકાત સમકક્ષ હોવા છતાં બંને જગ્યાએ કર્મચારીઓના પગાર વેતનમાં મોટો તફાવત વર્તાય છે. તેમજ બંને વિભાગના કર્મચારીઓના પગાર સ્કેલમાં પણ તફાવત હોય છે.

પ્રમોશનમાં પણ નવા સચિવાલયનો ક્લાર્ક આગળ જતાં નાયબ સચિવ જેવી ઉચ્ચ પોસ્ટ સુધી પહોંચે છે. જ્યારે જુના સચિવાલયનો કર્મચારી રિટાયર્ડ થતાં સુધી માંડ માંડ હેડ ક્લાર્ક સુધી પહોંચે છે. આ બધી જ રીતે રાજ્ય સરકારનાં જુના સચિવાલય તથા જિલ્લાની કચેરીઓમાં પ્રાપ્ત માહિતી અનુસાર આનું મુખ્ય કારણ હાલ એવું મનાઈ રહ્યું છે કે નોકરી અંગેના આર / આર તેમજ નોકરીયાત કર્મચારીને અસરકર્તા કાયદાઓ નવા સચિવાલય સ્થિત જીએડી મારફત જ થાય છે.