loader

Breaking News


Home > Gujarat > સરકારે ગુજરાત યુનિવર્સીટીને સ્ટાર્ટઅપ ઇનોવેશન માટે એક રૂપિયાની પણ ફાળવણી નથી કરી, કોંગ્રેસનો આક્ષેપ


Foto

સરકારે ગુજરાત યુનિવર્સીટીને સ્ટાર્ટઅપ ઇનોવેશન માટે એક રૂપિયાની પણ ફાળવણી નથી કરી, કોંગ્રેસનો આક્ષેપ

March 6, 2018, 11:16 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : મેક ઇન ઇન્ડિયા,સ્ટાર્ટ અપ ઇન્ડિયા અને રિસર્ચ ડેવલપમેન્ટની મોટી વાતો કરનાર અને મસમોટા બણગાં ફુંકનાર ભાજપ સરકારે રાજયની સૌથી મોટી અને જૂની એવી ગુજરાત યુનિવર્સિટીને વર્ષ ૨૦૧૫-૧૬ અને ૨૦૧૬- ૧૭માં એક રૂપિયો પણ ફાળવ્યો નથી. એટલું જ નહી, ગુજરાત સરકારે રિસર્ચ-ડેવલપમેન્ટ, મેક ઇન ઇન્ડિયા,સ્ટાર્ટ અપ ઇન્ડિયા મોટી જાહેરાતો કરી અને બજેટમાં કરોડો રૂપિયાની ફાળવણીની જાહેરાતો કરી પરંતુ વાસ્તવમાં ગુજરાત યુનિવર્સિટી ઉપરાંત, ઇરમા અને આણઁંદ કૃષિ યુનિવર્સિટીને પણ એક રૂપિયો ફાળવ્યો નથી. આમ, ભાજપ સરકારની પોલ અને જૂઠ્ઠાંણાનો પર્દાફાશ થઇ ગયો છે ત્યારે ગુજરાતના વિદ્યાર્થીઓ અને શિક્ષણવિદો સાથે ભાજપ સરકારની ગંભીર છેતરપીંડી અને વિશ્વાસઘાત સામે આવ્યો છે એવા ગંભીર આક્ષેપ આજે પ્રદેશ કોંગ્રેસના પ્રવકતા ડો.મનીષ દોશીએ જણાવ્યું હતું.

ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા ડો.મનીષ દોશીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે છેલ્લા ચાર વર્ષમાં યુવાનોને પ્રોત્સાહન આપવા માટે અને શૈક્ષણિક સંસ્થાઓમાં મોટાપાયે રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે, મેક ઇન ઇન્ડિયા,સ્ટાર્ટ અપ ઇન્ડિયા અને ઇનોવેશન માટે કરોડો રૂપિયાની ફાળવણીની મોટી મોટી જાહેરાતો કરવામાં આવી હતી પરંતુ ઉદ્યોગવિભાગની સત્તાવાર વેબસાઇટમાં સ્ટાર્ટ અપ અને ઇનોવેશન નાણાંકીય સહાયની ફાળવણીમાં વર્ષ ૨૦૧૫-૧૬ અને ૨૦૧૬-૧૭માં રાજયની સૌથી મોટી અને જૂની એવી ગુજરાત યુનિવર્સિટી, ઇરમા, આણઁંદ કૃષિ યુનિવર્સિટીને એક રૂપિયો સુધ્ધાં ફાળવાયો નથી.