loader

Breaking News


Home > National > ભારત બંધનાં દિવસે પણ વધ્યા પેટ્રોલ-ડીઝલનાં ભાવ, કોંગ્રેસની માંગ જનતાને જવાબ આપે મોદી સરકાર


Foto

ભારત બંધનાં દિવસે પણ વધ્યા પેટ્રોલ-ડીઝલનાં ભાવ, કોંગ્રેસની માંગ જનતાને જવાબ આપે મોદી સરકાર

Sept. 10, 2018, 12:29 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : કોંગ્રેસ દ્વારા સમગ્ર દેશમાં આજે ભારત બંધનું એલાન કરવામાં આવ્યુ છે. કોંગ્રેસને કુલ 21 પાર્ટીઓએ આ બંધને સફળ બનાવવા સમર્થન આપ્યુ છે. સતત વધી રહેવા પેટ્રોલ અને ડીઝલનાં ભાવ વધારાનાં કારણે કોંગ્રેસે આજે ભારત બંધ કરાવ્યુ ચે. પરંતુ આજે ભારત બંધનાં દિવસે પણ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો નોંધાયો છે. આજે પેટ્રોલમાં 23 પૈસા અને ડીઝલમાં 22 પૈસાનો વધારો જોવા મળી રહ્યો છે.



કોંગ્રેસ સહિત સમગ્ર વિપક્ષ કેન્દ્ર સરકારની નીતિઓનો સખત વિરોધ કરી રહી છે. આજે સરકારને તેના દ્વારા કરવામાં આવેલા વાયદાઓ કોંગ્રેસ યાદ અપાવી રહી છે. યુપીએની સરકાર સમયે પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં વધારો થતા આજે જે સત્તા પક્ષમાં છે તે લોકો સખત વિરોધ પ્રદર્શન કરી કોંગ્રેસની નીતિઓ પર ટીકાઓ કરતા હતા. ત્યારે તે ભૂતકાળને આજે ફરી વાગોળાઇ રહ્યુ હોય તેમ સ્પષ્ટ દેખાઇ રહ્યુ છે. યુપીએની સરકાર સમયે ભાજપ જવાબ માંગતુ હતુ, જ્યારે આજે એનડીએની સરકાર છે ત્યારે કોંગ્રેસ તેમની પાસેથી જવાબ માંગી રહ્યુ છે. સતત વધી રહેલા પેટ્રોલ અને ડીઝલનાં ભાવથી સામાન્ય જનતા ત્રાહિમામ પોકારી રહી છે ત્યારે આજે ભારત બંધનાં દિવસે પણ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો ઝીંકાતા સરકાર પરથી સામાન્ય જનતાનો ભરોશો ઉઠી રહ્યો હોય તેવુ જનમુખે ચર્ચાઇ રહ્યુ છે.