loader

Breaking News


Home > National > જમીન અધિગ્રહણ કરીને રામ મંદિર નિર્માણ શરુ કરે સરકાર : સંઘ


Foto

જમીન અધિગ્રહણ કરીને રામ મંદિર નિર્માણ શરુ કરે સરકાર : સંઘ

Oct. 31, 2018, 12:11 p.m.
      Whatsapp   

માનવમિત્ર, મુંબઈ : રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘની કાર્યકારિણી ત્રણ દિવસીય બેઠક મુંબઈમાં યોજાઈ હતી જેમાં સંઘ પ્રમુખ મોહન ભાગવત પણ હાજર રહયા હતા. સંઘ પ્રચાર મનમોહન વૈધે જણાવ્યું હતું કે હવે સરકારે રામ મંદિર નિર્માણ માટે જમીન અધિગ્રહણનું કામ શરુ કરું દેવું જોઈએ। તેઓએ જણાવ્યું હતું કે રામ મંદિર મુદ્દો હિન્દૂ વિરુદ્ધ મુસ્લિમ અથવા મંદિર વિરુદ્ધ મસ્જિદનો નથી. અદાલતે પહેલા પણ કહી દીધું છે કે નમાજ માટે મસ્જિદ અનિર્વાય નથી તેઓ ખુલ્લા સ્થળોએ પણ નમાજ પેઢી શકે છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે મંદિર તોડીને મસ્જિદ બનાવવી કાયદાકીય કામ નહોતું. રામ મંદિર પર હવે વધુ ચર્ચા કરવાની જરૂર નથી. તેઓએ કહ્યું હતું કે જયારે બાબર પર વિજય મેળવ્યો ત્યારે તેમની પાસે ખુબ જ જમીન હતી તે અને ગમે ત્યાં મસ્જિદ બનાવી શકતા હતા. કોર્ટે કહ્યું છે કે મુસ્લિમ પ્રાર્થનાઓ માટે મસ્જિદ મહત્વપૂર્ણ નથી. ઇસ્લામી વિદ્ધાનો કહે છે કે જે સ્થળ જીતીને મસ્જિદ નિર્માણ કરવામાં આવે તે પ્રાર્થના કરવા લાયક નથી.