loader

Breaking News


Home > Gujarat > અમદાવાદનું નામ કર્ણાવતી કરવા માટે સરકાર તૈયાર : નીતિન પટેલ


Foto

અમદાવાદનું નામ કર્ણાવતી કરવા માટે સરકાર તૈયાર : નીતિન પટેલ

Nov. 7, 2018, 10:06 a.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા ફૈઝાબાદ જિલ્લાનું નામ અયોધ્યા કરવાની જાહેરાત બાદ ગુજરાત સરકારે મંગળવારે જણાવ્યું હતું કે તેઓ અમદાવાદનું નામ કર્ણાવતી કરવા માટે તૈયાર છે જો કે તેના માટે કોઈ કાયદાકીય અડચણ ના નડે તો. અમદાવાદનું કર્ણાવતી નામ કરવાની જાહેરાત છેલ્લાં ઘણાં વર્ષોથી કરતી આવી છે પરંતુ હજુ સુધી તેમણે નામ બદલ્યું નથી.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગાંધીનગરમાં પત્રકારોને જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર અમદાવાદનું નામ બદલવા માટે તૈયાર છે. જો તેઓ કાયદાકીય અડચણો તેમજ આવશ્યક સમર્થન મેળવી લેશે તો અમદાવાદનું કર્ણાવતી કરી શકે છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે લોકોમાં હવે એવી ઈચ્છા છે કે અમદાવાદનું નામ કર્ણાવતી કરવું જોઈએ. કાયદાકીય અડચણો પર કરવામાં અમને જરૂરી સમર્થન મળશે તો અમે અમદાવાદનું કર્ણાવતી કરવા હંમેશા તૈયાર છીએ.