loader

Breaking News


Home > National > સરકારે SC કોલેજીયમની ભલામણ કરી મંજુર, જસ્ટિસ જોસેફ્નાં નામ પર લગાવી મહોર


Foto

સરકારે SC કોલેજીયમની ભલામણ કરી મંજુર, જસ્ટિસ જોસેફ્નાં નામ પર લગાવી મહોર

Aug. 3, 2018, 1:31 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ઉત્તરાખંડ ઉચ્ચ ન્યાયાલયનાં મુખ્ય ન્યાયમૂર્તિ કે.એમ. જોસેફને બઢતી આપીને સુપ્રિમ કોર્ટનાં ન્યાયાધીશ બનાવવાની કોલેજીયમની ભલામણને સરકારે મંજુરી આપી દીધી છે. આ સાથે જ સરકાર અને ન્યાયપાલિકા વચ્ચે ચાલી રહેલ વિવાદ સમાપ્ત થઇ ગયો હતો. સરકારે મદ્રાસ હાઈકોર્ટનાં મુખ્ય જજ ઇન્દિરા બેનર્જી અને ઓરિસ્સા હાઈકોર્ટનાં મુખ્ય જજ વિનીત સરનને પણ પ્રમોશન આપીને સુપ્રિમ કોર્ટ મોકલવા માટેની ભલામણને પણ મંજુરી આપી દીધી છે.

મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રાની અધ્યક્ષતા વાળા કોલેજીયમે ૧૦ જાન્યુઆરીએ ન્યાયાધીશ જોસેફને પ્રમોશન આપીને સુપ્રિમ કોર્ટનાં ન્યાયાધીશ નિયુક્ત કરવાની ભલામણ કરી હતી. જો કે સરકારે વરીષ્ઠતાનો ઉલ્લેખ કરીને ૩૦ એપ્રિલે ભલામણ નામંજુર કરી હતી. કાર્યપાલિકાએ સૂચિત કર્યું હતું કે ઘણી હાઈકોર્ટને પ્રતિનિધિત્વ નથી મળ્યું અને ન્યાયમૂર્તિ જોસેફનું પ્રમોશન ક્ષેત્રિય પ્રતિનિધિત્વનાં સિદ્ધાંતનાં વિરુદ્ધ ગણાશે. ન્યાયમૂર્તિ જોસેફ મૂળ રૂપથી કેરળ હાઈકોર્ટનાં ન્યાયાધીશ રહ્યા છે.