loader

Breaking News


Home > Gujarat > સરકારને લાગ્યો હાર્દિક પટેલનો ડર, અમદાવાદમાં બે મહિના માટે કલમ ૧૪૪ લાગુ


Foto

સરકારને લાગ્યો હાર્દિક પટેલનો ડર, અમદાવાદમાં બે મહિના માટે કલમ ૧૪૪ લાગુ

Aug. 21, 2018, 10:55 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ગુજરાતમાં ૨૫ ઓગષ્ટનાં રોજ આમરણ ઉપવાસ ઓર બેસવાની તૈયારી કરી રહેલાં હાર્દિક પટેલને અટકાવવા માટે અમદાવાદ પોલીસે હવે સમગ્ર શહેરમાં બે મહિના માટે કલમ ૧૪૪ લગાવી દિધી છે. હવે શહેરમાં કોઈ સ્થળે ચાર લોકોથી વધુ ભેગા નહિ થઇ શકે.

ખેડૂતોની દેવા માફી અને પાટીદાર અનામત આરક્ષણની માંગને લઈને હાર્દિક પટેલે ૨૫ ઓગષ્ટથી આમરણ ઉપવાસની જાહેરાત કરી હતી. અમદાવાદમાં મંજુરી તેમજ ગાંધીનગરમાં ઉપવાસની મંજુરી ખત્મ થતી સંભાવનાઓને જોઇને હાર્દિક પટેલે જણાવ્યું હતું કે તેઓ પોતાના નિવાસે જ ઉપવાસ શરુ કરશે. પરંતુ પોલીસ કમિશ્નર એકે સિંહે કલમ ૧૪૪ લગાવીને હાર્દિક પટેલનાં ઉપવાસનાં કાર્યક્રમની સંભાવનાઓને ખત્મ કરી દીધી છે.

જો કે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે કોઈપણ સંજોગોમાં આમરણ ઉપવાસ યોજાઈને રહેશે. કલમ ૧૪૪ લગાવવાથી હાર્દિક પોતાનાં નિવાસ્થાને પણ ચારથી વધુ લોકોને એકત્ર નહિ કરી શકે તેવું સુત્રોએ જણાવ્યું હતું.