loader

Breaking News


Home > National > સરકાર જણાવે કે કઈ રીતે થઇ રાફેલ વિમાનની ડીલ : સુપ્રીમ કોર્ટ


Foto

સરકાર જણાવે કે કઈ રીતે થઇ રાફેલ વિમાનની ડીલ : સુપ્રીમ કોર્ટ

Oct. 10, 2018, 12:23 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ભારત અને ફ્રાન્સ વચ્ચે રાફેલ ફાઈટર પ્લેનને લઈને થયેલ ડિલ પર ખુલાસાની માંગ સાથે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. આ મામલે બે અરજીકર્તાઓએ અપીલ કરી છે કે સરકારે આ સોદામાં રાફેલ વિમાનોની કિંમતનો ખુલાસો કરવો જોઈએ. ત્રીજા અરજીકર્તા તહસીન પૂનવાલાએ સુનાવણી પહેલા પોતાની અરજી પાછી ખેંચી લીધી હતી.

તમને જણાવી દઈએ કે કોર્ટે સરકારને રાફેલ વિમાનની કિંમતોનો ખુલાસો અથવા ટેક્નિકલ જાણકારી નથી માંગી પરંતુ કોર્ટ તરફથી કી રીતે સોદો થયો તેની પ્રકિયાની માહિતી માંગવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ઔપરિચારિક આદેશ નથી આપ્યો પરંતુ એટર્ની જનરલને સીલબંધ કવરમાં જાણકારી ઉપલબ્ધ કરાવવાનું કહ્યું છે. સુપ્રીમ કોર્ટનું સરકારને કહેવું છે કે તે જણાવે કે કઈ રાફેલ સોદો કર્યો છે.