loader

Breaking News


Home > Gujarat > સરકાર ભલે જેલમાં નાંખે સમાજહિતનો મુદ્દો નહી છોડું, અનામત મેળવીને જ રહીશું, હાર્દિક પટેલનો હુંકાર


Foto

સરકાર ભલે જેલમાં નાંખે સમાજહિતનો મુદ્દો નહી છોડું, અનામત મેળવીને જ રહીશું, હાર્દિક પટેલનો હુંકાર

May 1, 2018, 11:29 a.m.
      Whatsapp   

માનવમિત્ર, સુરત : પાટીદાર અનામત આંદોલનનાં નેતા હાર્દિક પટેલે ફરીથી ભાજપનો વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી છે. હાર્દિક સતત ત્રણ દિવસથી સુરતમાં છે અને ઠેર ઠેર મીટીંગ કરી રહ્યો છે. હાર્દિક પટેલે ગઈકાલે સુરત કોર્ટમાં રાજદ્રોહ કેસમાં હાજરી આપી હતી.

આ અંગે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે રાજ્યની ભાજપ સરકાર જે 25 ઓગસ્ટના રોજ પોલીસ અધિકારીઓ દ્વારા પાટીદાર સમાજ પર પોલીસ દમન કરવામાં આવ્યું તેમની પર કાર્યવાહી કરવાની વાત કરે છે તે અધિકારીઓ દિલ્લી માં પ્રમોશન લઇ ને બેઠા છે. આ ગુજરાત ભાજપ સરકાર ક્યાંક ને ક્યાંક ૬ કરોડ જનતાને ૨૦૧૯ ની ચૂંટણી આવતા ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહી છે.

પત્ર્રકાર પરિષદમાં હાર્દિક પટેલે જણાવ્યું હતું કે હવે અનામત મેળવીને જ રહીશું. મને ખબર છે સરકાર મને જેલમાં નાંખશે પણ હું સમાજહિતનો મુદ્દો છોડવાનો નથી. વધુમાં હાર્દિકે જણાવ્યું હતું કે તે ભાજપ વિરુદ્ધ રણનીતિ ઘડી રહ્યા છે અને તેના માટે તે ઠેર ઠેર મીટીંગો યોજશે, આ ઉપરાંત સરકારે રચેલા તપાસપંચને પણ તેણે લોલીપોપ સમાન ગણાવ્યું હતું. ૨૦૧૯ ની ચૂંટણીમાં પાટીદારોને મનાવી વોટ મેળવવાનું ભાજપનું લોલીપોપ હોવાનું હાર્દિકે કહ્યું હતું.