loader

Breaking News


Home > Gujarat > સરકાર પેન્શનધારકો અને કર્મચારીઓને સાતમાં પગારપંચનું એરીયર્સ ચૂકવશે, જાણો કોને મળશે કેટલો લાભ


Foto

સરકાર પેન્શનધારકો અને કર્મચારીઓને સાતમાં પગારપંચનું એરીયર્સ ચૂકવશે, જાણો કોને મળશે કેટલો લાભ

March 3, 2018, 3:51 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓ અને પેન્શનધારકોને સાતમાં પગારપંચનું એરોયર્સ ચુકવવાનું નક્કી કર્યું છે. આ એરીયર્સ ત્રણ હપ્તામાં ચુકવવામાં આવશે. આ જાહેરાત વિધાનસભામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી હતી. આ એરીયર્સથી સરકારી તિજોરી પર ૩૨૭૯.૭૯ કરોડનો બોજો પડશે. જો કે સરકારી કર્મચારીઓ એરીયર્સ મળવાને કારણે ઘણા ખુશ થયા છે.

ગુજરાત સરકાર કર્મચારીઓને ૧ જાન્યુઆરી ૨૦૧૬ થી ૩૦ જુલાઈ ૨૦૧૬ સુધી ૭ મહિનાનુ એરીયર ચૂકવશે જ્યારે પેન્શનધારકોને ૧ જાન્યુઆરી ૨૦૧૬થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૬ સુધી ૯ મહિનાનુ એરીયર ચૂકવશે.આ એરીયર ત્રણ હપ્તામાં ચુકવાશે. જેનો પ્રથમ હપ્તો માર્ચ મહિનામાં, બીજો હપ્તો મે મહિનામાં અને ત્રીજો હપ્તો જુલાઈ મહિનામાં ચુકવાશે.ખાસ વાત એ છે કે આ રકમને ત્રણ હપ્તામાં ચુકવવામાં આવશે. ગુજરાતનાં 4 લાખથી વધુ સરકારી કર્મચારીઓ અને પેંન્શનરોને તેનો લાભ મળશે.