loader

Breaking News


Home > Gujarat > સરકારે હત્યા માટે ઘડ્યું કાવતરૂં, જીજ્ઞેશ મેવાણીનો આક્ષેપ


Foto

સરકારે હત્યા માટે ઘડ્યું કાવતરૂં, જીજ્ઞેશ મેવાણીનો આક્ષેપ

June 9, 2018, 5:17 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ગુજરાતનાં દલિત યુવા નેતા અને વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને સતત જાનથી મારી નાંખવાની ધમકીઓ મળી રહી છે. મેવાણીને ફોન પર મેસેજ અને ફોન કરીને ધમકીઓ આપવામા આવી રહી છે. ફોન અને મેસેજ કરીને ધમકીઓ આપનાર પોતાને અંડરવર્લ્ડ ડોન રવિ પુજારી બતાવી રહ્યો હોવાનો દાવો મેવાણીએ કર્યો છે.

જીજ્ઞેશ મેવાણીએ ટ્‌વીટ કરીને આ વિશે જાણકારી આપી છે અને કહ્યું છે કે, સતત ત્રીજા દિવસે તેને જાનથી મારી નાંખવાની ધમકીઓ મળી રહી છે. સાથે સાથે મેવાણીએ ભાજપ પર ગંભીર આરોપી લગાવ્યો છે કે, તેની હત્યા માટે આ ઘડાયેલું એક સરકારી કાવતરૂં છે કારણ કે, તેના મોતથી ભાજપનું કામ સરળ થઇ જશે. જીજ્ઞેશ મેવાણીના આ ગંભીર આરોપોને પગલે ફરી એકવાર ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.