loader

Breaking News


Home > Gujarat > સરકાર ઘોર નિંદ્રામાં, નથી સાંભળી હાર્દિકની માંગ, 19 માં દિવસે પણ અનશન ચાલુ


Foto

સરકાર ઘોર નિંદ્રામાં, નથી સાંભળી હાર્દિકની માંગ, 19 માં દિવસે પણ અનશન ચાલુ

Sept. 12, 2018, 10:52 a.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતે મંગળવારે પાટીદાર નેતા હાર્દિક પટેલને અનિશ્ચિતકાલીન અનશન સમાપ્ત કરવાનો અનુરોધ કર્યો હતો. તે છેલ્લા 18 દિવસથી અનશન કરી રહયા છે. રાવતે હાર્દિક પટેલના નિવાસે મુલાકાત કરીને તેને પોતાનું સમર્થન આપ્યું છે.

પાટીદાર આરક્ષણની માંગ કરવાવાળા હાર્દિક પટેલ સાથે બેઠક કર્યા બાદ રાવતે પત્રકારોને જણાવ્યું હતું કે તેઓએ હાર્દિકને અનશન ખતમ કરવાની તેમજ આ મુદ્દાને ઉઠાવવા માટે અન્ય કોઈ માર્ગ અપનાવવાની સલાહ આપી હતી. રાવતે હાર્દિકને કહ્યું હતું કે જીવન દેશના ખડૂતો, પાટીદારોઅને યુવાનો માટે ઘણું જ અમૂલ્ય છે. હું તેમને અનશન ખતમ કરવાની અપીલ કરું છું.

વધુમાં ગઈકાલે બાબાસાહેબ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકર પણ હાર્દિક પટેલને મળ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે હવે સંસદમાં અનામતની સીમાને 50 ટકાથી વધારવામાં આવે તે મુદ્દે ચર્ચા થવી જોઈએ। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે અનામત ભીખ નથી પરંતુ પ્રતિનિધિત્વ છે.