loader

Breaking News


Home > National > કર્ણાટકમાં સરકારનું આજે વિસ્તરણ, કોંગ્રેસનાં 12 ધારાસભ્યો લેશે મંત્રીપદની શપથ


Foto

કર્ણાટકમાં સરકારનું આજે વિસ્તરણ, કોંગ્રેસનાં 12 ધારાસભ્યો લેશે મંત્રીપદની શપથ

June 6, 2018, 11:26 a.m.
      Whatsapp   

માનવમિત્ર, બેંગ્લોર : આજે કર્ણાટકમાં કુમારસ્વામીની સરકારનું વિસ્તરણ થશે. કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યો આજે બપોરે 2 વાગ્યે મંત્રી પદ અને ગુપ્તતાના શપથ લેશે. તેમાં જેડીએસના 8 થી 9 ધારાસભ્યો અને કોંગ્રેસના 12 ધારાસભ્યો મંત્રીપદના શપથ લઇ શકે છે. વધુમાં ઉત્તર પ્રદેશ સિવાય બસપાના એક ધારાસભ્ય પણ મંત્રી તરીકે શપથ લેશે.

કર્ણાટક કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓ મંત્રીપદ માટે નામ ફાઇનલ કરવા માટે રાહુલ ગાંધીને મળ્યા હતા જે આ આજે જાહેર થશે. કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે થયેલ સમજૂતી મુજબ કોંગ્રેસને ગૃહ, સ્વાસ્થ્ય, મહેસુલ અને કૃષિ વિભાગો મળશે જયારે જેડીએસને નાંણા, નશા અને આબકારી, PWD વગેરે વિભાગો મળશે. કોંગ્રેસના 12 મંત્રીઓમાં ડી.કે. શિવકુમારનો પણ સમાવેશ થાય છે.