loader

Breaking News


Home > Gujarat > રિનોવેશન પામેલા વિધાનસભા ગૃહનું ઉદ્ઘાટન 19 ફેબ્રુઆરીએ રાજ્યપાલ દ્વારા કરવામાં આવશે


Foto

રિનોવેશન પામેલા વિધાનસભા ગૃહનું ઉદ્ઘાટન 19 ફેબ્રુઆરીએ રાજ્યપાલ દ્વારા કરવામાં આવશે

Feb. 12, 2018, 12:06 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : ગુજરાત વિધાનસભા ગૃહનું ઘણાં લાંબા સમયથી રીનોવેશન ચાલતું હતું તે હવે પૂર્ણ થવાને આરે છે. તારીખ ૧૯ ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું સત્ર મળી રહ્યું છે ત્યારે રાજ્યપાલ ઓ.પી કોહલીનાં હસ્તે નવા ગૃહનું ઉદ્ઘાટન કરવામાં આવશે. જુના વિધાનસભાની સરખામણીમાં રીનોવેશન બાદ ઘણી બધી સવલત ઉપલબ્ધ કરવામાં આવી છે ઉપરાંત હવે એક ગુંબજ પણ મુકવામાં આવ્યો છે.

ગુજરાત વિધાનસભાનાં નવા રૂપરંગ માટે હજુ સુધી કુલ ૧૩૫ કરોડનો ખર્ચો થયો છે જો કે હજુ આ ખર્ચ વધી શકે તેવી શક્યતાઓ છે. નવા વિધાનસભા ગૃહમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, મંત્રીઓ અને વિપક્ષનાં નેતાની ચેમ્બર પણ વિશાળ કરવામાં આવી છે. આ ઉપરાંત કર્મચારી તેમજ પબ્લિક કેન્ટીન પણ વિશાલ કરવામાં આવી છે તેમજ મીડિયાને બાઈટ લેવા માટે ગ્રાઉન્ડ ફ્લોર પર અલગથી જગ્યા ફાળવવામાં આવી છે.