loader

Breaking News


Home > National > જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગુ, રાષ્ટ્રપતિએ આપી મંજુરી


Foto

જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગુ, રાષ્ટ્રપતિએ આપી મંજુરી

June 20, 2018, 9:47 a.m.
      Whatsapp   

માનવમિત્ર, શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં મહબૂબા મુફ્તી સરકાર પડી ગયા બાદ બુધવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાજ્યમાં રાજ્યપાલ શાસનને મંજુરી આપી દીધી છે. ભારતીય જનતા પાર્ટીએ મંગળવારે રાજ્ય સરકારને આપેલું પોતાનું સમર્થન પાછું ખેંચી લીધું હતું ત્યારબાદ મહબૂબા મુફ્તીએ પોતાનું રાજીનામું એનએન વોહરાને સોંપી દીધું હતું.

મહબૂબા મુફ્તીના રાજીનામાં બાદ ઉમર અબ્દુલ્લાએ પણ રાજ્યપાલ સાથે મુલાકાત કરી હતી. જમ્મુ કાશ્મીરમાં નવી સરકાર બનવાની કોઈ સ્થિતિ દેખાઈ નથી રહી ત્યારે રાજ્યપાલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને રાજ્યપાલ શાસન લગાવવાની ભલામણ કરી હતી. ઉલ્લેખનીય છે કે મંગળવારે ભાજપ અધ્યક્ષ અમિત શાહે જમ્મુ કાશ્મીરના ભાજપનાં નેતાઓ સાથે બેઠક યોજી હતી ત્યારબાદ ભાજપે પોતાનું સમર્થન પાછું ખેંચવાની જાહેરાત કરી હતી.