loader

Breaking News


Home > Health > ઉનાળામાં દ્રાક્ષ ખાવાનાં થાય છે ઘણા ફાયદા, જાણો


Foto

ઉનાળામાં દ્રાક્ષ ખાવાનાં થાય છે ઘણા ફાયદા, જાણો

May 29, 2018, 10:30 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ઉનાળાની કાળઝાળ ગરમીમાં શું ખાવું અને શું ન ખાવું તે એક પ્રશ્ન બની જાય છે. ઘણીવાર લોકો મૂંઝવણમાં મુકાઇ જાય છે કે આ સીઝનમાં ખાવું તો શું ખાવું? આ મૂંઝવણથી દૂર થવાનાં ઘણા ઉપાય છે, જેમાં એક ફળોનું સેવન છે. તમે ફળોમાં દ્રાક્ષને ખાઇ સ્વાસ્થ્યને ઘણી રીતે ફાયદો કરી શકો છો. આપણા દેશમાં મુખ્યત્વે કાળા અને લીલા રંગની દ્રાક્ષ જોવા મળે છે. જે બજારમાં આસાનીથી મળી જાય છે. તબીબોનાં મતે દ્રાક્ષએ સ્વાસ્થ્યનો ખજાનો છે.




બજારમાં આસાનીથી મળી રહેતી દ્રાક્ષ તમારા સ્વાસ્થ્ય માટે સારી સાબિત થઇ શકે છે. જો તમારા શરીરમાં લોહીની માત્રા ઓછી છે તો એક ગ્લાસનાં દ્રાક્ષનાં જ્યૂસમાં 2 ચમચી મધ ભેળવીને પીવુ જોઇએ. લોહીની કમી દૂર કરવામાં ફાયદો મળી રહેશે. તબીબોનાં મતે દ્રાક્ષમાં વિટામીન સી, ઇ પુરતી માત્રામાં હોય છે, તદઉપરાંત કેલરી અને ફાઇબર પણ પર્યાપ્ત માત્રામાં હોય છે. દ્રાક્ષ હિમોગ્લોબીન વધારવામાં પણ મદદરૂપ થઇ શકે છે. જો તમે ઉનાળામાં સ્વાસ્થ્યને લઇને ચિંતિત છો તો તમે દ્રાક્ષ ખાઇને શારીરિક સ્ફૂર્તી મેળવી શકો છો.