loader

Breaking News


Home > National > ગ્રેટર નોઈડા : ગ્રામવાસીઓએ લગાવ્યું બોર્ડ, BJP નેતાઓનો પ્રવેશ પ્રતિબંધિત છે


Foto

ગ્રેટર નોઈડા : ગ્રામવાસીઓએ લગાવ્યું બોર્ડ, BJP નેતાઓનો પ્રવેશ પ્રતિબંધિત છે

Oct. 30, 2018, 11:17 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : ગ્રેટર નોઈડાના એક ગ્રામવાસીઓને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ થી એટલી હદે નારાજગી છે કે તેઓએ ગામ બહાર એક બોર્ડ લગાવીને આ નેતાઓને જણાવી દીધું છે કે તમારું આ ગામમાં આવવું પ્રતિબંધિત છે. મહત્વની વાત તે છે કે આ ગામને ભાજપ સાંસદ અને કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી મહેશ શર્માએ દત્તક લીધું છે.

એક રિપોર્ટ મુજબ ગ્રેટર ઇન્ડિયાના વસારાબાદ ગામનાં લોકોએ પોતાનાં ગામની બહાર એક બોર્ડ લગાવીને લખ્યું છે કે ગ્રામ કચેદા વસારાબાદ ગૌતમબુદ્ધનગર, સાંસદ મહેશ શર્મા દ્વારા દત્તક લેવામાં આવેલ ગામ. ભાજપવાળાઓને આ ગામમાં પ્રવેશ પ્રતિબંધિત છે - સમસ્ત ગ્રામવાસી.સ્થાનિક સત્તાવાળા અને એક રિયલ્ટી ગ્રુપના કર્મચારીઓને ગામના ખેડૂતોનો ઉભો પાક બરબાદ કરી દીધો હતો એટલા માટે ગામવાળાઓએ ગુસ્સામાં આ બોર્ડ લગાવી દીધું છે.