loader

Breaking News


Home > Gujarat > મગફળી કાંડ : મગન ઝાલાવાડિયાની ઓડિયો કલીપથી ખળભળાટ


Foto

મગફળી કાંડ : મગન ઝાલાવાડિયાની ઓડિયો કલીપથી ખળભળાટ

Aug. 7, 2018, 5:06 p.m.
      Whatsapp   

માનવમિત્ર, રાજકોટ : રાજકોટના જેતપુરના પેઢલા ખાતેના મગફળીમાં માટીની ભેળસેળના ચકચારભર્યા કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર આરોપી એવા સૌરાષ્ટ્ર વેરહાઉસ કોર્પોરેશના મેનેજર મગન ઝાલાવાડિયાએ આ કેસમાં કોઇ ફરિયાદ ના થાય તે માટે કરેલા પ્રયાસોની ત્રણ ઓડિયો કલીપ વાયરલ થતાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે.

ઓડિયો કલીપમાં મગન ઝાલાવાડિયા એવું બોલતા સંભળાય છે કે, રાજેશભાઇને કહીને મોદીને ફોન કરાવી દો કે ગુનો દાખલ નથી કરવાનો. આમ, ઓડિયોકલીપમાં વડાપ્રધાન મોદીનું દબાણ લાવી કેસની પતાવટ કરવાના કારસાનો પર્દાફાશ થતાં ગુજરાતના રાજકારણમાં જબરદસ્ત ચકચાર મચી ગઇ છે.

વિપક્ષ કોંગ્રેસે પણ આ ઓડિયોકલીપને લઇ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. જેતપુરના પેઢલા મગફળી કૌભાંડમાં પોલીસે બે દિવસ પહેલાં જ નાફેડના ચેરમેનના ભત્રીજા રોહિત બોડા સહિત ૨૨ આરોપીઓની ધરપકડ કરી હતી અને કોર્ટમાંથી તેઓના રિમાન્ડ મેળવ્યા હતા. જેમાં મુખ્ય સૂત્રધાર આરોપી અને સૌરાષ્ટ્ર્‌ વેરહાઉસ કોર્પોરેશનના મેનેજર મગન ઝાલાવાડિયાની બહુ ગંભીર ભૂમકા સામે આવી હતી.