loader

Breaking News


Home > Gujarat > વિકાસ પાછો ગાંડો થયો? વૃક્ષછેદનના પાપે પાટનગરમાં કાળઝાળ ગરમી..?


Foto

વિકાસ પાછો ગાંડો થયો? વૃક્ષછેદનના પાપે પાટનગરમાં કાળઝાળ ગરમી..?

April 23, 2018, 1:36 p.m.
      Whatsapp   

માનવમિત્ર,ગાંધીનગર:પાટનગરમાં તાપમાનનો પારો ૪૦ ડી.સે.ને પાર જતાં શહેરનું સામાન્ય જનજીવન ગરમીથી ખાસું પ્રભાવિત થયું હતું. એક સમયે વિશ્વના સૌથી હરિયાળા શહેરને, તંત્ર દ્વારા વિકાસના નામે હજારોની સંખ્યામાં વિકાસના નામે આડેધડ વૃક્ષોનું છેદન થતાં પ્રકૃતિનું પાટનગરનું બિરુદતો ક્યારનુંય જતું રહ્યું સાથે સાથે પર્યાવરણની અસમતુલન સર્જાતાં ગરમીનો રોષ ફાટી નીકળ્યો હોય તેમ શહેરને ગુજરાતનું સૌથી ગરમ સીટીની કક્ષામાં લાવીને મુકી દેતા સમગ્ર શહેરમાં સ્વયંમ કરફયુ જેવી સ્થિતિનો માહોલ જોવાં મળ્યો છે.

ગાંધીનગર સહિત સમગ્ર રાજયમાં હીટવેવની અસર વર્તાવા લાગી છે અને ગુરુ અને શુક્રવારના દિવસોમાં ગરમીએ આકરો મિજાજ દેખાડતાં શહેરના લઘુતમ અને મહતમ તાપમાનનો પારો ઉંચો જાવા મળ્યો હતો.વૈશાખના પ્રારંભના દિવસોમાં જ કાળઝાળ ગરમીનો અનુભવ થતાં આગામી મે મહિનો અતિ કાળઝાળ બની રહેવાની ભીતી સેવાઈ રહી છે.બપોરના સમયે ગરમ પવન સાથે લૂ વાતી હોવાથી લોકોએ ઘરે, કચેરી કે ધંધા-રોજગારની જગ્યાએથી બપોરના સમયે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. તંત્ર દ્વારા હીટવેવ સામે જરૂરી પગલા લેવા તેમજ લોકોને સાવધ રહેવાની અપીલ કરાઈ છે. હાલની ગરમી જાતાં નજીકના દિવસોમાં હીટવેવની ભારે અસરથી તંત્રને એલર્ટની સ્થિતિમાં આવી જવા આદેશો અપાયા છે. વિકાસના નામે હરીયાળી,વૃક્ષોનાં આડેધડ નાશથી પાટનગરમાં ગરમીનો પ્રકોપ વધતાં નગરજનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે..!