loader

Breaking News


Home > National > GST હેઠળ નહી આવી શકે પેટ્રોલ - ડીઝલ, જાણો કારણ


Foto

GST હેઠળ નહી આવી શકે પેટ્રોલ - ડીઝલ, જાણો કારણ

June 26, 2018, 1:06 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : પેટ્રોલ - ડીઝલને જીએસટી હેઠળ લાવવા માટે કેન્દ્ર સરકાર સતત પોતાનું સમર્થન જાહેર કરી રહી છે. જો કે પેટ્રોલીયમ ઉત્પાદનોને લઈને જલ્દી જીએસટી હેઠળ લાવવા માટે નિર્ણય લેવો મુશ્કેલ લાગી રહ્યો છે. જો કે નીતિ આયોગનાં ઉપાધ્યક્ષ રાજીવ કુમારનાં જણાવ્યા મુજબ આ કામ મુશ્કેલ જ નહિ પરંતુ અસંભવ છે.

નીતિ આયોગનાં ઉપાધ્યક્ષ રાજીવ કુમારે જણાવ્યું હતું કે પેટ્રોલ - ડીઝલને જીએસટી હેઠળ નહિ લાવી શકાય કેમ કે પેટ્રોલ પર કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા લગાવવામાં આવેલો ટેક્સ લગભગ ૯૦ ટકા છે. રાજીવ કુમારે જણાવ્યું હતું કે મને નથી લાગતું કે કોઇપણ રાજ્ય આટલા મોટા સ્તર પર ટેક્સ ઘટાડવા માટે રજી નહિ થાય. કેમ કે જીએસટી હેઠળ પેટ્રોલમાં વધુમાં વધુ ૨૮ ટકા ટેક્સ લગાવી શકાય છે. આમ પેટ્રોલ - ડીઝલ પર GST લગાવવામાં આવે તો જનતાને ફાયદો થઇ શકે છે પણ સરકારને ભારે નુકશાન સહન કરવું પડશે.