loader

Breaking News


Home > National > GST કાઉન્સિલની આજે મહત્વપૂર્ણ બેઠક, પેટ્રોલ - ડીઝલ પર થઇ શકે ચર્ચા


Foto

GST કાઉન્સિલની આજે મહત્વપૂર્ણ બેઠક, પેટ્રોલ - ડીઝલ પર થઇ શકે ચર્ચા

Aug. 4, 2018, 10:54 a.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : કેન્દ્રીય વિત્ત મંત્રી પીયુષ ગોયલની અધ્યક્ષતામાં આજે જીએસટી કાઉન્સિલની આજે ૨૯ મી બેઠક હશે. આ બેઠકમાં નાના વેપારીઓનાં હિતમાં મોટા નિર્ણયો લેવાઈ શકે છે. આ ઉપરાંત ડીજીટલ પેમેન્ટ પર કેશબેકને લઈને પણ નિર્ણય લેવાય તેવી શક્યતાં છે.

આ ઉપરાંત બેઠક દરમિયાન પેટ્રોલ - ડીઝલને જીએસટી હેઠળ લાવવા માટે પણ સંભવિત ચર્ચા થઇ શકે છે. જો કે બિહારનાં ઉપમુખ્યમંત્રી અને જીએસટી પરિષદનાં સભ્ય સુશીલ મોદીએ આ મુદ્દે કહ્યું હતું કે સરકાર પેટ્રોલીયમ ઉત્પાદકોને જીએસટી હેઠળ લાવવા માટે ત્યારે વિચાર કરશે જયારે આવકનું માસિક લક્ષ્ય 1 લાખ કરોડ રૂપિયા કરતાં વધુ થઇ જાય પરંતુ જુલાઈમાં જીએસટી કલેક્શનમાં વધારા બાદ ચર્ચાની આશા વધી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે જુલાઈમાં જીએસટી કલેક્શન જુન મહિનાની સરખામણી કરતાં વધી છે. હાલમાં સરકાર તરફથી જાહેર કરવામાં આવેલ આંકડા મુજબ જુલાઈમાં ૯૬,૪૮૩ કરોડ રૂપિયાનો ટેક્સ જીએસટી દ્વારા આવ્યો છે. ગયા મહીને આ કલેક્શન ૯૫, ૬૧૦ કરોડ રૂપિયા હતું.