loader

Breaking News


Home > National > આવનારા દિવસોમાં ઘટી શકે છે જીએસટી દર, રાજ્ય નાણામંત્રીએ આપ્યા સંકેત


Foto

આવનારા દિવસોમાં ઘટી શકે છે જીએસટી દર, રાજ્ય નાણામંત્રીએ આપ્યા સંકેત

June 8, 2018, 12:56 p.m.
      Whatsapp   

માનવમિત્ર, નવી દિલ્હી : આવનારા દિવસોમાં જીએસટી દરમાં ઘટાડો થઇ શકે છે. જીએસટી કાઉન્સિલ આ દિશામાં ખુબ ઝડપથી કામ કરી રહી છે. રાજ્ય નાણામંત્રી શિવપ્રતાપ શુક્લાએ આ માહિતી આપી હતી. CII નાં દિલ્હી એસએમઈ ફાઈનાન્સ સમિટને સંબોધિત કરતા તેઓએ જણાવ્યું હતું કે જીએસટી કાઉન્સિલ જીએસટી ડ્રો ઘટાડવાની દિશામાં ઝડપથી કામ કરી રહી છે. કામ પૂરું થયે જ તેન ઈ જાહેરાત કરી દેવામાં આવશે.

તેઓએ ઉદ્યોગપતિઓને જણાવ્યું હતું કે સરકાર નાના ઉદ્યોગોનાં વિકાસ માટે પ્રતિબદ્ધ છે. ભારતીય અર્થવ્યવસ્થાનાં વિકાસમાં નાના ઉદ્યોગો મહત્વપૂર્ણ છે. ઉદ્યોગપતિઓને મોદી સરકારની ઉપલબ્ધિઓ જણાવતાં તેઓએ કહ્યું હતું કે સરકાર જીએસટીને સરળ બનાવવા માટે ઉઠાવવામાં આવેલ પગલાંને આગળ વધારીને ઘણા ઉત્પાદનો પર જીએસટી ઘટાડવામાં આવશે.