loader

Breaking News


Home > Gujarat > ગુજરાત એગ્રોના ચેરમેન બાબુ જેબલિયા, હિતેન્દ્ર પટેલની આગેવાની હેઠળ ૪૫ સભ્યો ઇઝરાયેલ જશે


Foto

ગુજરાત એગ્રોના ચેરમેન બાબુ જેબલિયા, હિતેન્દ્ર પટેલની આગેવાની હેઠળ ૪૫ સભ્યો ઇઝરાયેલ જશે

May 7, 2018, 3:26 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર :ગુજરાતના ૪૫ ખેડૂત આગેવાનોનું પ્રતિનિધિમંડળ આગામી ૮ મે થી ૧૫ મે સુધી ઈઝરાયેલ ખાતે રોકાશે અને ત્યાંની આધુનિક ખેત પધ્ધતિની માહિતી મેળવશે અને તે થકી બનાસકાંઠાના અન્ય ખેડૂતોને પણ ઈઝરાયેલ ખેત પધ્ધતિથી માહિતી આપીને આધુનિક ખેતી તરફ વાળવાનો પ્રયાસ કરાશે.

ખેડૂત આગેવાનો સહિત પાલનપુર મંડળનાં ખેડૂતો, ગુજરાત એગ્રોનાં ચેરમેન બાબુભાઈ જેબલિયા, કિસાન મોરચા ગુજરાત પ્રદેશ ભાજપ મંત્ર અને મીડિયા પ્રભારી હિતેન્દ્ર પટેલ, બાબુભાઈ પટેલ (અશ્વમેઘ) કિસાન મોરચા, પ્રદેશ સદસ્યની ટીમ સહિત બનાસકાંઠાના ખેડૂતો ઈઝરાયેલ ખાતે તા.૮મી થી ૧૫ મે દરમિયાન રોકાશે અને ત્યાંની આધુનિક ખેત પધ્ધતિથી માહિતી મેળવશે.

દેશમાં વિવિધ એગ્રીકલ્ચર યોજનાઓ જેવી કે સિંચાઈ પધ્ધતિ, હાઈડ્રોપોનિક ખેતી, એરોપોનિક ખેતી, એગ્રો પ્રોસેસિંગ યુનિટો, દરિયાઈ ખારા પાણીને મીઠું કરવાનો પ્લાન, એક્ષપોર્ટ તેમજ ઈમ્પોર્ટ કોલ્ડ સ્ટોરેજ, દાડમ, ખારેકની ખેતીનો અભ્યાસ કરવાનું આયોજન તથા વિવિધ કૃષિ સંશોધન કેન્દ્રોની પણ મુલાકાત લઈ માહિતી મેળવશે.

ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠાના ખેડૂતોને માર્ગદર્શન આપી આધુનિક ખેતી તરફ વાળવાનો પ્રયાસ કરાશે. આ અંગેની ચેરમેન બાબુભાઈ જેબલિયા, મીડિયા પ્રભારી હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, તેઓ ૮મી એ રવાના થશે અને ૧૫ મે સુધી ત્યાં ારોકાશે બનાસકાંઠાના અન્ય ખેડૂતોને પણ ઈઝરાયેલ ખેતીથી અવગત કરાવીને ૪૫ જેટલા ખેડૂત આગેવાનોનું પ્રતિનિધિમંડળ ૭ દિવસ ઈઝરાયેલ ખાતે રોકાશે.