loader

Breaking News


Home > Gujarat > ગુજરાત ATS નો ખુલાસો, પાકિસ્તાનનાં માર્ગે ૩૦૦ કરોડનું ડ્રગ્સ ભારત મોકલવામાં આવ્યું


Foto

ગુજરાત ATS નો ખુલાસો, પાકિસ્તાનનાં માર્ગે ૩૦૦ કરોડનું ડ્રગ્સ ભારત મોકલવામાં આવ્યું

Aug. 13, 2018, 12:12 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ : ગુજરાત ATS એ એક ડ્રગ તસ્કરની ધરપકડ કરીને પૂછપરછ દરમિયાન મોટો ખુલાસો કરવામાં અઆવ્યો હે કે પાકિસ્તાનનાં રસ્તે ૩૦૦ કરોડનાં ડ્રગ્સની તસ્કરી કરીને ભારતનાં અલગ અલગ વિસ્તારોમાં મોકલવામાં આવ્યું છે.

ગુજરાત ATS એ દેવભૂમિ દ્વારિકાથી એક શખ્સ અજીજ અબ્દુલને 5 કીઓ હેરોઈન સાથે પકડ્યો હતો. જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત લગભગ ૧૫ કરોડ જેટલી છે. પૂછપરછ દરમિયાન હેરોઈન તસ્કરે મોટો ખુલાસો કર્યો હતો કે ગુજરાતનાં સમુદ્રી માર્ગે ૩૦૦ કરોડથી વધુ કિંમતનું ડ્રગ્સ ચાર મહિના પહેલા ભારત આવ્યું હતું જેની એજન્સીઓને જાણ સુદ્ધાં નહોતી થઇ.

સ્વતંત્રતા દિવસનાં ઠીક પહેલાં અજીજ અબ્દુલે પૂછપરછ દરમિયાન આ મોટો ખુલાસો ચોંકાવનારો છે કે માદક પદાર્થોની એક મોટી તસ્કરી ચાર મહિના પહેલા પાકિસ્તાનથી ગુજરાતનાં સમુદ્ર તટ પર લાવવામાં આવ્યો હતો જેની કિંમત ૩૦૦ કરોડ હતી. અજીબ અબ્દુલ પાસેથી 5 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું પરંતુ ૯૫ કિલો હેરોઈન દેશનાં વિવિધ ભાગોમાં પહોંચાડવા આવ્યું હતું જેની સુરક્ષા એજન્સીઓને જાણ પણ નહોતી થઇ.