loader

Breaking News


Home > Gujarat > SC/ST એકટ મુદ્દે ગુજરાત કોંગ્રેસે આપ્યું રાજ્યપાલને આવેદન


Foto

SC/ST એકટ મુદ્દે ગુજરાત કોંગ્રેસે આપ્યું રાજ્યપાલને આવેદન

April 3, 2018, 7:59 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ગાંધીનગર : સુપ્રિમ કોર્ટે 20 માર્ચનાં રોજ SC/ST Actમાં બદલાવ કર્યો હતો, જેના પરિણામનાં ભાગરૂપે દેશનાં અલગ-અલગ રાજ્યોમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. આ મુદ્દે ગુજરાત કોંગ્રેસ દલિતો અને આદિવાસીઓની વાહરે આવી છે.



ગુજરાત કોંગ્રેસ દલિતો અને આદિવાસીઓનાં અત્યાચાર એક્ટ-1989 એટ્રોસીટી એક્ટ અંગે તેમને ન્યાય અપાવવાની માંગ સાથે આંદોલનમાં જોડાઇ હતી. જો કે આ સમગ્ર મામલે હિંસાને કોઇ સ્થાન નથી તેવુ ગુજરાત કોંગ્રેસનું કહેવુ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ અમિતભાઇ ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષનાં નેતા પરેશભાઇ ધાનાણી સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં અનુસુચિત વિભાગનાં વડા નૌષાદભાઇ સોલંકીની આગેવાની હેઠળ ઉચ્ચ પ્રતિનિધિ મંડળે રાજ્યનાં મહામહિમ રાજ્યપાલ ઓ.પી.કોહલીને રૂબરૂ મળીને અનુસુચિત જાતિ/ અનુસુચિત જનજાતિ અત્યાચાર નિવારણ એક્ટ 1989 એટ્રોસીટી એક્ટ અંગે નામદાર સુપ્રિમ કોર્ટનાં આદેશ બાબતે આવેદનપત્ર સુપ્રત કર્યુ હતુ.