loader

Breaking News


Home > Gujarat > ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાની થઇ નિમણુંક


Foto

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાની થઇ નિમણુંક

March 27, 2018, 7:07 p.m.
      Whatsapp   

માનવમિત્ર, અમદાવાદ :અમિત ચાવડાને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવી છે. આ પહેલા પૂર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીનાં પાર્ટીમાં અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યા બાદ નવા અધ્યક્ષ માટેની શોધ ચાલી રહી હતી. કાર્યકરો ગુજરાતમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે આંકલાવનાં ધારાસભ્ય અમિત ચાવડાની નિમણુંક પર હાઇકમાન્ડનાં નિર્ણયને ભારે ખુશી સાથે યોગ્ય ગણાવી રહ્યા છે.ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પદેથી ભરતસિંહ સોલંકીએ 19 માર્ચનાં રોજ દિલ્હી ખાતે રાહુલ ગાંધી સાથે કરેલી મુલાકાતમાં રાજીનામાંની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમના રાજીનામાં બાદથી જ અધ્યક્ષ પદ પર કોણ બેસશે તેવી અટકળો ચાલી રહી હતી. અમિત ચાવડા મધ્ય ગુજરાતનાં બાહુબલી નેતા તરીકેની ઓળખ ધરાવે છે. આ સાથે તેઓ રાજકીય ફેમિલીમાંથી આવે છે. તેમના દાદા ઇશ્વર ચાવડાની જો વાત કરીએ તો તે એક સમયે સંસદ સભ્ય હતા. અમિત ચાવડા પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીનાં મામાનાં દિકરા છે. અમિત ચાવડા છેલ્લા ચાર ટર્મથી ચુટાય છે. તેઓ સૌ પ્રથમ બોરસદથી વિધાનસભાની ચુંટણી જીત્યા હતા. આ સીટ પર આ પહેલા ભરતસિંહ સોલંકી ધારાસભ્ય હતા. જો કે આ પહેલા માધવસિંહ સોલંકી પણ આ સીટ પરથી ધારાસભ્ય રહી ચુક્યા છે.