loader

Breaking News


Home > Gujarat > કેન્દ્રમાં ભાજપ સરકાર ગઈ એટલે 15 - 20 દિવસમાં ગુજરાત સરકાર પણ ઘરભેગી થશે : અમિત ચાવડા


Foto

કેન્દ્રમાં ભાજપ સરકાર ગઈ એટલે 15 - 20 દિવસમાં ગુજરાત સરકાર પણ ઘરભેગી થશે : અમિત ચાવડા

Aug. 20, 2018, 12:25 p.m.
      Whatsapp   

માનવમિત્ર, ભાભર : રાજ્યમાં થયેલ મગફળી કૌભાંડ મુદ્દે કોંગ્રેસ આક્રમક બની છે. ગઈકાલે બનાસકાંઠા જીલ્લાનાં ભાભરમાં કોંગ્રેસ દ્વારા ખેડૂત સંમેલન યોજાયું હતું જેમાં કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષનાં નેતા પરેશ ધાનાણી, પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર, વાવનાં ધારાસભ્ય ગેનીબેન થાક્જોર સહિતનાં આગેવાનો હાજર રહ્યાં હતા.

મગફળી કાંડ મુદ્દે અમિત ચાવડાએ સરકાર પર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે મગફળી કૌભાંડમાં જ્યાં સુધી યોગ્ય તપાસ તેમજ કૌભાંડીઓ જેલમાં નહી પુરાય ત્યાં સુધી કોંગ્રેસનું આંદોલન ચાલુ રહેશે. તેઓએ જણાવ્યું હતું કે મગફળી કાંડનાં મુળિયા છેક મુખ્યમંત્રી કાર્યાલય સુધી જાય છે. તેઓએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે મગફળી કૌભાંડમાં નાની માછલીઓ પકડાઈ છે પરંતુ મગરમચ્છો મહેલમાં મ્હાલી રહ્યા છે. અમિત ચાવડાએ મગફળી કાંડ મુદ્દે મુખ્યમંત્રીના રાજીનામાની માંગ કરી હતી.

અમિત ચાવડાએજણાવ્યું હતું કે કેન્દ્રમાં ભાજપની સરકાર ગઈ તો તેના ૧૫ -૨૦ દિવસમાં ભાજપની સરકાર પણ ઘરભેગી થઇ જશે. કોંગ્રેસ પ્રમુખે ભાજપ સરકારને ચીમકી પણ આપી હતી કે જો તેઓ મગફળી કૌભાંડમાં સંડોવાયેલા કૌભાંડીઓને જેલભેગા નહી કરે તો કોંગ્રેસ વિધાનસભા ઘેરાવ કરશે.